ચોથા નોરતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબ યુવી સતત 15માં વર્ષે નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજનમાં આધુનિક ટેક્નોલોજીની સાથો સાથ સંપૂર્ણ સલામતી સાથે અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કલબ યુવીની વેબસાઇટ, યુટ્યુબ તથા ફેસબુક લાઇવ દ્વારા નવરાત્રીનું દુનિયાભરમાં લાઇવ પ્રસારણ થઇ રહ્યું છે. નવરાત્રી મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા ખડે પગે રાખવામાં આવી છે.
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે અતિથિ વિશેષ તરીકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ઉમિયા મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, ઉદ્યોગપતિઓ મુળજીભાઇ ભીમાણી, એમ.એમ. પટેલ, પંકજ ટીલવા, રાજુભાઇ કણસાગરા, રાજકોટ શહેર ભાજપના વિજયભાઇ પાડલીયા, રાજદિપસિંહ જાડેજા, મહેશભાઇ રાઠોડે ઉપસ્થિત રહી રાસોત્સવનો આનંદ માણ્યો હતો. તેમજ વલ્લભભાઇ વડાલીયા, રાજનભાઇ વડાલીયા, જીવનભાઇ વડાલીયા, નાથાભાઇ કાલરીયા, રાજેશભાઇ કાલરીયા, શિવલાલભાઇ આદ્રોજા, અશ્વિનભાઇ આદ્રોજા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, કલબ યુવી કોર કમિટીના ચંદ્રેશભાઇ શીરા, દિલીપભાઇ ઝાલાવડીયા, જીતભાઇ શાપરીયા, સમીરભાઇ હાંસલીયા, હર્ષદભાઇ ભીમાણી અને વોર્ડ નં.8ના ભાજપના કોર્પોરેટરો સહિતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
રાસોત્સવમાં ચોથા નોરતા વિવિધ કેટેગરી વાઇઝ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ આદોદરીયા ધ્યાના, કનેરીયા માહી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ કનેરીયા આન, પટેલ દર્શ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે વાછાણી ઇશા, ગોધાણી યુતીકા, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે હાંસલીયા શુભમ, વિરોજા નીશીત, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે હિંસુ વિશ્વા, કાજલ કોરડીયા, ગોટી વીધી, વેલ ડ્રેસ પ્રિન્સ ખખ્ખર હેરીક, ગોવાણી તરંગ, દલસાણીયા કિર્તન, પ્રિન્સેસ તરીકે વાછાણી વંશી, ઘેટીયા માનસી, કલોલા ક્રિષ્નાબેન, પ્રિન્સ તરીકે પટેલ વિરાજ, ગોવાણી રાજ, કાવઠીયા મૌલિક વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ક્લબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર સોનલબેન તથા મૌલેશભાઇ ઉકાણી, ડીમ્પલબેન તથા સ્મિતભાઇ કનેરીયા, મધુબેન તથા કાંતીભાઇ ઘેટીયા સહિતના મહેમાનોએ ઇનામ આપી પ્રોત્સાહિત
કર્યા હતા.