ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
ના રોજ પોલીસ ભવન ખાતે માન્ય ગુજરાત રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જુનાગઢ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતભાઈ ખાંભલાના પુત્ર યુગ ભરતભાઈ ખાંભલા જેવો ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી નેશનલ લેવલે બિહાર ખાતે રમવા ગયેલ જેના અનુસંધાને યુગ ભરતભાઈ ખાંભલાને માન્ય ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના વરદ હસ્તે પોલીસ વેલ્ફર ફંડ માંથી ત્રણ લાખ રૂપિયાનો ચેક આપી સન્માનિત કરેલ અને ક્રિકેટમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરો તેવી માન્ય ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા શુભેચ્છાઓ પાઠવેલ અને ક્રિકેટના ખેલમાં ખુબ આગળ વધો તેવી શુભકામના પાઠવીને ત્રણ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
ક્રિકેટ જગતમાં યુગ ખાંભલાનો ડંકો: જુનાગઢ અને ગુજરાત પોલીસ પરિવારનું ગૌરવ, ડીજીપી દ્વારા 3 લાખનો ચેક અર્પણ
