બે સંતાનોએ પિતા, માતા અને પત્નીએ આધારસ્તંભ ગુમાવતાં શોક
આજી ડેમ પોલીસે આરોપીને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા મેઈન રોડ ઘનશ્યામનગરમાં રહેતા વિમલ ધનજી એંધાણી ઉ.45ની મોડી રાત્રે સંતકબીર રોડના નાલા પાસે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા આજી ડેમ પોલીસે ગુન્હો નોંધી સુનિલ ગોવિંદ અઘોલા નામના આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે સંતકબીર રોડના નાલા પાસે પેટ્રોલ પંપ નજીક અજાણ્યો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાની માહીતી મળતા 108 ના ઈએમટી ગોપાલભાઈ અને પાયલોટ ઘનશ્યામભાઈ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને તત્કાલ રાજકોટ સિવીલ હોસ્પીટલનાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયો હતો ફરજ પરના તબીબોએ સારવાર આપી હતી દરમ્યાન વહેલી સવારે 4 વાગ્યે મૃત જાહેર કરાયો હતો બનાવનાં પગલે ડોકટરે પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં જેનું મોત થયું છે તે યુવાનનુ નામ વિમલ ધનજીભાઈ એંધાણી ઉ.વ.45 છે અને સુનિલ ગોવિંદ અઘોલા નામનાં શખ્સે છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે મૃતકના ભાઈ મુકેશભાઈ ધનજીભાઈ એંધાણીને ફરીયાદી બનાવી હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યા કરવા પાછળનુ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી અને વહેલી સવારે જ આરોપી સુનિલને સકંજામાં લીધો હતો.
પરિવારજનોના જણાવ્ય મુજબ મૃતક વિમલ કોન્ટ્રાકટ બેઈઝમાં પોસ્ટ ટપાલ વિભાગની મીની ટ્રક ચલાવતો હતો અને તેના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 12 વર્ષની દિકરી છે પિતા હયાત નથી તે માતા, પત્નિ અને દીકરી દીકરા સાથે કોઠારીયા રોડના ઘનશ્યામનગરમાં રહેતો ઘરના આધાર સ્તંભ એવા વિમલની હત્યા થઈ જતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો અને હત્યાનું કારણ જાણવા આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી છે.