રાજકોટ BRTS ટ્રેકમાં પ્રવેશબંધી છતાં રેલિંગ કૂદી ઘૂસ્યો, બસ અડફેટે ગંભીર ઇજાને પગલે યુવકનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી સાંજે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા મહાપૂજા ધામ ચોક નજીક ઇછઝજ બસે હડફેટે લેતા ગંભીર ઇજાને પગલે યુવકનું મોત નિપજ્યું હતું.
- Advertisement -
આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. જોકે 108 દ્વારા આ યુવકને મૃત જાહેર કરવામાં આવતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ઇછઝજ બસની હડફેટે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

શહેરના મહાપૂજા ધામ ચોક નજીક મનાઈ છતાં એક યુવક રેલિંગ કૂદીને ઇછઝજ ટ્રેકમાં ઘૂસ્યો હતો. અહીંથી પસાર થતી બસે હડફેટે લેતા ઇછઝજ ટ્રેકમાં જ પટકાયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. જો કે તેમાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
- Advertisement -
ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા
સમગ્ર ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રોડ ક્રોસ કરવા માટે બીઆરટીએસ ટ્રેક કૂદી રહ્યો છે. ટ્રેક પરથી કૂદીને તે દોડતો સામે નીકળી જવાનો પ્રયાસ કરે છે.આ દરમિયાન ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસની હડફેટે આવતા ફૂટબોલની માફક ફંગોળાઈને રસ્તા પર પટકાય છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.



