રંગીલા રાજકોટને લોહીના રંગે રંગી નાખતા ગુનેગારો ઉપર લગામ ક્યારે
ઘંટેશ્ર્વરમાં બાળકોને ખીજવવા મુદ્દે સમજાવવા ગયેલા કાકાને ભત્રીજાએ
પતાવી દીધા
- Advertisement -
ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસે હત્યાના બે ગુનામાં ત્રણ આરોપીની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જઈ રહ્યો છે ત્યારે શનિવારની રાત્રે હત્યાના બે બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં ભત્રીજાએ કાકાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા જ્યારે લાલપરી પાસે રીક્ષાચાલકને ભગવતીપરાના મામા-ભણેજે છરીનો એક જ ઘા ઝીંકી પતાવી દિધો હતો બંને બનાવમાં ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આરોપીને દબોચી લીધાં હતાં.
બનાવ અંગે રાજકોટના લાલપરી મફતિયાપરામાં રહેતાં કાનજીભાઈ બચુભાઈ ચારોલા ઉ.56એ પુત્ર અજયની હત્યા અંગે અજાણ્યાં શખ્સો સામે બી. ડિવિઝન પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરીયાદીએ જણાવ્યું હતું કે, જેતપુરમાં જે સાડીઓ બને છે તે સાડીઓને ઈશ્વરીયા મહાદેવના મંદીરના પાછળના ભાગે આજી-2 નદીમા સાડીની ધોલાઈની મજુરીનુ કામ કરે છે. તેને સંતાનમાં બે દિકરીઓ અને એક 35 વર્ષીય પુત્ર અજય હતો પુત્ર અજયની પત્નીનુ નામ કિરણ છે અને તેને સંતાનમાં બે દિકરીઓ અને એક પુત્ર છે તેમનો દિકરો અજય રૂડા ખાતે એસીડની રીક્ષા ચલાવી શહેરમા અલગ અલગ જગ્યાએ એસીડ પહોંચાવાડનુ કામ કરતો હતો તેમનો દિકરો અજય તેની પત્ની અને બાળકો સાથે ઘરમાં ઉપરના માળે રહેતો હતો. ગઈકાલે સવારે ઘરે હાજર હતા તે સમયે એક વ્યક્તિ ઘરે આવેલ અને હિંદી ભાષામાં જણાવેલ કે “તુમ્હારે લડકે કો કીસીને છરીસે મારા હૈ, ઔર વો કુછ બોલ નહી રહા હૈ આપ જલ્દી સે આઓ, તેમ કહી તે ત્યાંથી ભાગીને જતો રહેલ હતો.
જેથી તેઓ ગભરાઈ ગયેલ અને સૌથી પહેલા ઉપરના માળે જઈ પુત્રવધૂ કિરણને પુછેલ કે અજય ક્યાં ત્યારે કિરણે જણાવેલ કે ઈ તો સવારના ચારેક વાગ્યે મને રોટલી બનાવવાનુ કહી ઘરેથી નિકળી ગયેલ છે બાદમાં ફરીયાદી તેમના પત્ની સાથે પુત્રને શોધવા માટે નિકળી પડ્યા હતા અને શોધતા-શોધતા લાલપરી મફતીયાપરા ઢાળ ઉતરતા આવતી આંગણવાડીની પાછળના ભાગે રસ્તા ઉપર આવતા તેમનો દિકરો અજય લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અજયના જમણાં પગના થાપાના નીચેના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ હોય તેવું લાગતુ હતું અને પુષ્કળ લોહી પડ્યું હતુ તે દરમિયાન 108ની ટીમ આવી જતાં સ્ટાફે તેમના પુત્રને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલિસે ગુનો નોંધી તપાસ આદરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસમાં ઝંપલાવ્યું હતું અને પીઆઇ એમ આર ગોંડલીયા એમ એલ ડામોર અને ચિરાગ જાદવની રાબરીમાં પીએસઆઇ એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા અને શક્તિસિંહ ચુડાસમાની અલગ અલગ ટીમોએ તપાસ આદરી ગણતરીની કલાકોમાં ભગવતીપરાના આરોપી શાહરૂખ ઈકબાલ સરવદિ ઉ.27 અને અકરમ ઇશમાઈલ સરવદીને પકડી પૂછતાછ કરતા આરોપી વ્હેલી સવારે ગ્રીનલેન્ડ ચકડી પાસે આવેલ લાલપરી પાસે હતો ત્યારે શાહરુખ સાથે ઝઘડો થયો હતો અને શાહરૂખને કાચ ઝીંકી દિધો હતો. જેથી ઉશ્કેરાયેલા બંને આરોપીએ છરીનો એક ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દિધો હતો પકડાયેલ બંને મામા-ભાણેજ થતા હોવાનું જાણવા મળ્યું છે યુવકના મૃત્યુથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. જ્યારે હત્યાના બીજા બનાવમાં ગઇ તા.12/07/2025 ના રોજ રાત્રીના આશરે સાડા અગ્યારેક વાગ્યાના સુમારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર પાસે છરી વડે જીવલેણ હુમલો કરી જીતેશ જેસિંગ સોલંકી ઉ.38 નામના યુવાનની તેના ભત્રીજા સંજય સોલંકીએ જ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણી નાઓના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર તથા મુકેશ સબાડની બાતમીના આધારે ગણતરીની કલાકોમાં આરોપી સંજય સાગર ઉર્ફે સાયર સોલંકીને પકડી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સંજય સોલંકીને ફરીયાદીના પતિ મૃતક જીતેશભાઇ સોલંકીએ છોકરાઓને મારવા બદલ સામાન્ય ઠપકો આપેલ હોય જેનો ખાર રાખી આરોપીએ મૃતકને છરી વડે છાતીના અને વાસાના ભાગે જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી.



