“મેદસ્વિતા મુક્ત ગુજરાત” કાર્યક્રમ અનુલક્ષીને આસનોની તાલીમ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
11માં આંતરરાષ્ટ્રીય યોગ દીવસ -2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર નાડોદા રાજપૂત સમાજ બોર્ડીંગ ખાતે યોગ શિબિરક્ષી આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં 550થી પણ વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ચેરમેન યોગ સેવક શિશપાલજીનો વિડીયો સંદેશ યોગપ્રેમીઓએ રસપૂર્વક નિહાળ્યો હતો. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ કાર્યક્રમ અનુલક્ષીને મેદસ્વિતા મુક્તિ માટેના આસનોની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, અગ્રણી દેવાંગભાઈ રાવલ, ન્યાલકરણ વિદ્યાલય આચાર્ય, યોગ કોચ ટ્રેનરો તથા યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને યોગ અંગેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ આહ્વાનના પગલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતાને યોગ પ્રાણાયામના માધ્યમથી દુર કરવા માટે વિવિધ યોગ શિબિરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.