યોગ શિબિરમાં હજારો લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢમાં આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાય હતી જેમાં સવારના 5-30 થી 7-30 કલાક દરમિયાન દ્વાર ઝાંસીરાણી સર્કલ સામે આવેલ નરસિંહ મેહતા તળાવ પાસે યોગ શિબિર યોજાય હતી જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા સહીત શહેરના હજારો લોકો જોડાયા હતા અને યોગ ટ્રેનર યોગ સેવક શિશપાલની અધ્યક્ષતામાં યોજાય હતી. આ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય એ માટેનો છે. ઉલ્લેખનીય છે કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનેા ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનું હેતુ સમગ્ર રાજયના લોકો નિરોગી રહે અને દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.



