શાલિની તલવારે સિંગર હની સિંહ પર ઘરેલું હિંસા અને અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે અરજી કરી હતી.
પંજાબી સિંગર યો યો હની સિંહને તો દરેક લોકો ઓળખતા જ હશે. લગભગ દરેક લોકોનો પસંદિતા સિંગર હની સિંહની પત્ની શાલિની તલવારે ગયા વર્ષે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સિંગર પર ઘરેલું હિંસા અને અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે અરજી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર શાલિનીએ હની સિંહ પાસેથી ડિવોર્સ માટે 10 કરોડ રૂપિયાની એલીમોનીની માંગ કરી હતી. પણ હવે સમાચાર આવી રહ્યા છે કે બંને વચ્ચે 1 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ હવે ઓફિશિયલ ડિવોર્સ લઈ લીધા છે. મળતી જાણકારી અનુસાર ગઇકાલે દિલ્હીની સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટની ફેમિલી કોર્ટમાં હની સિંહે એક સીલબંધ પરબિડીયામાં શાલિની તલવારને ગુજારાન ચલાવવા તરીકે 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
- Advertisement -
1 કરોડ રૂપિયા પર સમજૂતી
ગુરુવારના દિવસે કોર્ટમાં યો યો હની સિંહ અને શાલિની તલવાર વચ્ચે ઘણી દલીલ પછી મામલો શાંત થયો હતો. એ પછી બંને વચ્ચે 1 કરોડ રૂપિયાની રકમ પર સમજૂતી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની આવતી સુનાવણી 20 માર્ચ 2023ના રોજ થશે.
હની સિંહ પર લગાવ્યા આરોપ
શાલિનીએ 3 ઓગસ્ટે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રેપર યો યો હની સિંહ પર હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. સાથે જ તેને આરોપ લગાવ્યો હતો કે હિરદેશ સિંહ ઉર્ફે હની સિંહે તેની પર હુમલો કર્યો હતો. શાલિની એ આ લગ્નને દસ વર્ષ આપ્યાં છે પરંતુ બદલામાં તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ શાલિની તલવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવાના બહાને હની સિંહે ઘણી મહિલાઓ સાથે અવૈધ સંબંધ પણ બનાવ્યા છે. હની સિંહ ઘરમાં તેની સાથે પ્રાણી જેવો વ્યવહાર કરતો હતો અને હવે તે તેનાથી અલગ થવા માંગે છે.