ખાસ-ખબર સંવાદદાતા
હળવદ જીઆઈડીસીમાં ટાટા કંપનીના અધિકારીએ વધુ એક ફેક્ટરીમાંથી ટાટા કંપનીનું નકલી મીઠાનું પેકિંગ કરવાનું કારસ્તાન ઝડપી લઈ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટાટા કંપનીના ઈંઙછ એક્ઝીક્યુટીવ તરીકે કાર્યરત રોહિતકુમાર કર્ણાવતે સાગર કેમ ફૂડ ઈન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામા ક્રિષ્નારામ ચૌધરી મૂળ રાજેસ્થાનના વતની અને હાલ રહે. ગીરનારી નગર હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, આરોપીએ ટાટા કંપનીનું ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ ન હોવા છતાં પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ ખઅઇંઅટઊઊછ ઝઞકજઈં જવફસશિં જઅકઝ લખેલા ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ-38 કિંમત રૂપિયા 11,400 તથા આશરે 7,200 ખાલી વેસ્ટેજ પાઉચ મળી કુલ રૂપિયા 11,400ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ 1957ની કલમ 63, 64 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદની સાગર કેમ ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ટાટાનું નકલી મીઠું પેકિંગ કરવાનું વધુ એક કારસ્તાન
