31 ડિેસેમ્બર પહેલા બૂટલેગરો બેફામ બન્યા
અંદાજિત 50 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા આ ટેન્કરમાંથી મળી આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં 31 ડિસેમ્બર આવે તે પહેલા દારુના મોટો જથ્થો રાજસ્થાન બોર્ડર પરથી પકડાયો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારુનો મોટો જથ્થો પહોંચાડવાની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી બામણબોર પાસેથી વિદેશી દારુનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં દારૂબંધ હોવાની વાતો માત્ર કાગળ પર જ દેખાઇ છે, દારુબંધીના દાવોઆ એકદમ પોકળ સાબિત થઇ રહ્યાં છે. 31 ડિસેમ્બર આવે તે પહેલા રાજ્યમાંથી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટો પ્રમાણમાં વિદેશી દારુ પહોંચાડવાનો મામલો સામે આવ્યા છે. હાલમાં જ રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ જથ્થા સાથે મૂળ રાજસ્થાનના મંગળદાસ ધનારામ ગોદારા નામના શખ્સની ધરપકડ કરી છે. બૂટલેગરો રાજ્યમાં જુદાજુદા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવી રહ્યાં છે. આજે પકડાયેલો દારુનો જથ્થો રાજસ્થાનથી ગુજરાત સુધી ટેન્કરમાં લાવવામાં આવી રહ્યો હતો. અંદાજિત 50 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા આ ટેન્કરમાંથી મળી આવ્યો છે. પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
બુટલેગર સામે ગુન્હાની વિગત (1) રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.1120805523 0269/23 પ્રોહી કલમ 65(એ)(ઇ), 116બી, 98(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપીનું નામ સરનામું – અ મંગળારામ ધનારામ ગોદારા જાતે- બિશ્નોઇ ઉ.વ. 45 ધંધો- ડ્રાઇવીંગ રહે- શરણાઉ ગામ તા.જી. સાંચોર રાજ્ય રાજસ્થાન નર્મદા જિલ્લા કઈઇને મોટી સફળતા મળી છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થા ઝડપાયો છે. કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઇવરને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો કેસ કઈઇ નર્મદા દ્વારા કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી કરી હતી. જેમાં એક ટાટા ટ્રક જેનો રજી. ખઙ-08-0491 નો વિદેશી દારૂ ભરી અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા ડેડીયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જતી હતી. વિદેશી દારૂના બોક્ષ નંગ-953 તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- 303 મળી કુલ ક્વાટર નંગ-46047/- કિંમત રૂ. 46 લાખથી વધુનો મુદ્દામાલ મળી સાથે ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે 64 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ટાટા ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાંચ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વાય.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. કે.ડી.પટેલ, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, પો.હેડ.કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, મયુરભાઇ મિયાત્રા, વિરેન્દ્રસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર તથા પો.કોન્સ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા હતા.