મહાનગરપાલિકા દ્વારા તા.22/01/2024ના રોજ રામવનમાં નિ:શુલ્ક પ્રવેશની જાહેરાત કરાઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
વોર્ડ નં.15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ નાગરિકો રામવનની મુલાકાત લઇને મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ મુલાકાત માટે એક દિવસ નિ:શુલ્ક પ્રવેશની આપવાની જાહેરાત કરવામાં આવેલ.