સંસ્થા દ્વારા 15 વર્ષથી કેલેન્ડરની પ્રસિદ્ધિ અને વિનામૂલ્યે વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વર્ષ 2010માં યુવા લોયર્સ એસોસિએશનની સ્થાપના થયેલ છે ત્યારથી યુવા લોયર્સ એસોસિએશન સિનિયર-જુનિયર વકીલોમાં ખૂબ જ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને યુવા લોયર્સ એસોસિએશન દ્વારા રાજકોટ બાર એસો.ના આયોજિત કાર્યો તથા સમાજ ઉપયોગી કાર્યોમાં પણ પૂરો સહયોગ આપવામાં આવી રહેલ છે. યુવા લોયર્સ દ્વારા લોકડાઉન ભંગના કેસો અને ટ્રાફિક ઈ-મેમો બાબતે પણ સફળ કાનુની લડત ચલાવવામાં આવેલ હતી. યુવા લોયર્સ એસોસિએશન દ્વારા 14 વર્ષથી ડિસેમ્બર માસમાં નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે. આ કેલેન્ડરમાં વકીલ મિત્રો તથા અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તિથિ, ચોઘડીયા સહિતની અનેક વિગતો સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. સદરહુ કેલેન્ડરનું વિતરણ જુદી જુદી સરકારી કચેરીઓ, સામાજિક સંસ્થાઓ, એડવોકેટ ઓફીસોમાં કરવામાં આવે છે. યુવા લોયર્સ દ્વારા એક કાર્યક્રમમાં યુવા લોયર્સનો સ્થાપના દિવસ તા. 25-12ના રોજ ઉજવવામાં આવેલ તથા વર્ષ 2025ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવેલ.
આ માહિતીસભર કેલેન્ડરના વિમોચન સમયે સિનિયર એડવોકેટ અને બારના પૂર્વપ્રમુખ લલિતસિંહ શાહી, ભાજપ લીગલ સેલ રાજકોટના ક્ધવીનર પીયુષભાઈ શાહ, બાર એસો.ના પૂર્વ હોદ્દેદારો મુકેશભાઈ દેસાઈ, સુરેશભાઈ ફળદુ વગેરે તથા ભરતભાઈ બુદ્ધદેવ, નીતેશ કથીરીયા, નીવીદ પારેખ, અભિષેક શુક્લ, નિશાંત જોષી તથા યુવા લોયર્સના હોદ્દેદારો, સિનિયર જુનિયર વકીલો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
યુવા લોયર્સના આ પ્રોજેક્ટને લીગલ સેલ ગુજરાતના સહક્ધવીનર અનીલભાઈ દેસાઈ, રાજકોટ બારના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સિનિયર એડવોકેટ કમલેશભાઈ શાહ, ભગીરથસિંહ ડોડીયા, ક્રિમીનલ બારના નરેન્દ્રસિંહ ચાવડા, યુનિટી ઓફ લોયર્સના તુષારભાઈ બસલાણી, અશ્ર્વિનભાઈ મહાલીયા, અશ્ર્વિનભાઈ ગોસાઈ, એમ.એ.સી.પી. બારના પ્રમુખ અજયભાઈ જોષી, ચેતનભાઈ આસોદરીયા, સરકારી વકીલ રક્ષીતભાઈ કલોલા, રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો.ના કિશોરભાઈ સખીયા, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, લીગલ સેલના કમલેશભાઈ ડોડીયા, રોહીતભાઈ ઘીયાનું વિશેષ માર્ગદર્શન મળેલ છે.



