અન્ડર-14 અને અન્ડર-17ના પ્લેયરોમાં જીત મેળવવા જબરો ઉત્સાહ
ખાસ-ખબર સંવાદદાતા
GSFA (ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન) દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ કલબ ચેમ્પિયનશીપ-2022 અંતર્ગત આગામી તા. 19-3-2022ના રોજ શનિવારે વાય.સી.સી. રાજકોટની સિનિયર ટીમનો ગોધરા ફૂટબોલ કલબ સામે મેચ યોજાનાર છે. જે મેચ રમવા વાય.સી.સી. રાજકોટની ટીમ ગોધરા ખાતે રમવા જનાર છે. આ મેચ સાંજના 4-30 કલાકે ગોધરા ખાતે રમાનાર છે તેમજ તે જ દિવસે એટલે કે તા. 19-3-2022 શનિવારના રોજ વાય.સી.સી. રાજકોટની સબજુનિયર (અન્ડર-14) ટીમનો મેચ દિયોદર ફૂટબોલ કલબ સામે રમાનાર છે.

- Advertisement -
જે મેચ સાંજે 4-30 કલાકે આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ ખાતે રમાનાર છે. તેમજ આગામી તા. 20-3-2022ના રોજ રવિવારે વાય.સી.સી. રાજકોટની જુનિયર ટીમ (અન્ડર-17) ટીમનો શાર્પશૂટર ફૂટબોલ કલબ અમદાવાદ વચ્ચે મેચ આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્સ રાજકોટ ખાતે યોજાનાર છે. જેમાં વાય.સી.સી. રાજકોટની જુનિયર ટીમ (અન્ડર-17)માં જીગર જાની, પ્રવીણ બાલસરા, યશવીર ચૌધરી, પ્રકાશ દીસલે, હર્ષલ દાવડા, ઝૈદ બ્લોચ, કવન મેંદપરા, રયાન ઉનડકટ, જેનીલ લુણાગરીયા, જયોત ડોડીયા, માનસ ભુપતાણી, ક્રીશ બગથરીયા, રાજવીરસિંહ જાડેજા, ધીરેન પડીયા, યુવરાજ જેઠવા, ઓમ ભટ્ટ, સ્મીતરાજ ભટ્ટી બ્રોમીન દસાણી, યુગ પટેલ, દેવ ખાંટ, કુશલ હિંદુસ્તાની અને હર્ષલ શાહ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટીમના કોચ તરીકે દિલાવર રાઉમા અને મેનેજર તરીકે અમીત ભટ્ટ રોકાયેલા છે.
વાય.સી.સી. રાજકોટની સબ જુનિયર ટીમ (અન્ડર-14) V/S દીયોદર FC (અન્ડર-14) વચ્ચેનો મેચ આજરોજ તા. 19-3-2022 શનિવારના રોજ આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ ખાતે સાંજે 4-00 કલાકે યોજાનાર છે તેમજ વાય.સી.સી. રાજકોટની જુનિયર ટીમ (અન્ડર-17) V/S શાર્પશૂટર FC (અન્ડર-17) વચ્ચેનો મેચ આવતીકાલે તા. 20-3-2022 રવિવારના રોજ આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ ખાતે સવારે 9-00 કલાકે યોજાનાર છે તો આ બંને મેચ નિહાળવા માટે રાજકોટની ફૂટબોલ પ્રેમી જનતાને વાય.સી.સી.ના ઓફિસીયલ મીડિયા પાર્ટનર ‘ખાસ-ખબર’ (સાંધ્ય દૈનિક) અને વાય.સી.સી. એફ.સી. રાજકોટ વતી ભાવભર્યું આમંત્રણ છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વાય.સી.સી. રાજકોટના જીવણસિંહ બારડ, નંદકિશોર ત્રિવેદી, લાલસિંહ ચૌહાણ, શૈલેષ વાવેલા, જયેશ કનોજીયા, મદનસિંહ ચૌહાણ, ધર્મેશ સોલંકી, દીલાવર રાઉમા, અરવિંદ મકવાણા, માર્વિક ત્રિવેદી, અમીત ભટ્ટ, ચંચલ વિશ્ર્વાસ, આનંદ વ્યાસ અને ચૈતન્ય કરથીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


