હરિદ્વારમાં ખતરાના નિશાનની નજીક ગંગા: વારાણસી-પ્રયાગરાજમાં ઘાટ ડૂબતાં લોકોની હિજરત
ખાસ-ખબર સંવાદદાતા
હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહન પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનો જળસ્તર સતત ઘટી રહ્યો છે. એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં ગંગા નદીનો જળ સ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયો છે.
- Advertisement -
રવિવારે હરિદ્વારમાં ગંગાનો જળસ્તર 293.15 મીટર નોંધાયો હતો, જ્યારે ખતરાના નિશાન 294 મીટર છે. નદીને અડીને આવેલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેવપ્રયાગ ખાતે ગંગા નદી 20 મીટર અને હૃષિકેશ પહોંચતા સુધીમાં 10 સેમી વધી હતી. વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાંક નાનાં મંદિરોમાં પાણી ભરાઈ ગયાં છે.
બીજી તરફ, દિલ્હીમાં સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં યમુનાનો જળસ્તર 205.50 મીટરે પહોંચી ગયો હતું. છેલ્લા ત્રણ કલાકથી એ 205.45ના સ્તર સુધી નોંધાયો હતો.
શ્રીનગરના જીવીકે ડેમમાંથી પાણી છોડવાને કારણે અલકનંદા સહિત ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
- Advertisement -
હરિદ્વારમાં રવિવારે ગંગા નદીએ ખતરાની સપાટી વટાવતાં ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી NDRF અને SDRFની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાનું ઓપરેશન શરૂ કરી દેવાયું હતું.