ધારાસભ્ય સંજયભાઈ સહિત માઇ ભક્તોએ દર્શન કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના મંદિર સનમુખ નવરાત્રી પર્વમાં અષ્ઠમીના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આ યજ્ઞનો લાભ લેવા ધારાસભ્ય સંજય કોરડીયા સહીત માઇ ભક્તો અંબાજી મંદિર દર્શન કરવા પોહચ્યાં હતા અને બપોરે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું જેનો લાભ ભક્તોએ લીધો હતો અને હવન કાર્ય પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુની નિશ્રામાં મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માં અંબાના દર્શન સાથે યજ્ઞનો લાભ લીધો હતો અને નવરાત્રી પર્વમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.