શી જિનપિંગના કરકસરભર્યા પગલા વચ્ચે ચીને અધિકારીઓને દારૂ અને સિગારેટના ખર્ચ પર નિયંત્રણ મૂકવાનો આદેશ આપ્યો
જમીન વેચાણની આવક ઘટી રહી છે અને સ્થાનિક સરકારો મોટા દેવા અને કડક બજેટનો સામનો કરી રહી છે, તેથી આ નિયમો શીના સત્તાવાર ખર્ચમાં ઘટાડો કરવાના આહ્વાનને પ્રતિબિંબિત કરે છે.
- Advertisement -
ચીને દેશભરના અધિકારીઓને મુસાફરી, ખોરાક અને ઓફિસ સ્પેસ પરના નકામા ખર્ચમાં ઘટાડો કરવાની યાદ અપાવી, જેનાથી રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા કરકસર વધારવાના સંકેતો ઉમેરાયા કારણ કે આર્થિક અવરોધો સરકારી બજેટ પર દબાણ લાવી રહ્યા છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ખોટા ખર્ચ ઘટાડવા કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. ચીન સરકારે નવો નિયમ અમલી કરતા જાહેરાત કરી છે કે, હવે કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટની મજા નહીં માણી શકે. તેમજ સરકારી કામ કરતી વખતે સરકારના પૈસે સ્ટાર હોટલોમાં મોંઘું ભોજન પણ નહીં કરી શકે. મહેમાનોને એરપોર્ટ પર મૂકવા જવા પણ ખોટા ખર્ચ નહીં કરી શકે. એટલું જ નહીં, દરેક સરકારી કાર્યક્રમોમાં સ્ટેજની આસપાસ મોંઘા ફૂલોથી સજાવટ પણ નહીં કરી શકે. નોંધનીય છે કે, ચીનમાં શી જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું છે.
શેરબજાર પર પણ અસર
- Advertisement -
ખર્ચ ઘટાડવાની સૂચનાઓની અસર શેરબજાર પર પણ જોવા મળી છે. 19 મેના રોજ, ચીનના કન્ઝ્યુમર વસ્તુઓના શેરને સૌથી વધુ નુકસાન થયું, જેમાં CSI 300 ઇન્ડેક્સ સબ-ગ્રુપ 1.4% ઘટ્યો. લોકપ્રિય ચીની દારૂ ઉત્પાદક કંપનીના શેરની કિંમત પર પણ અસર જોવા મળી.
નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે ચીન
ખરેખર, ચીનનું અર્થતંત્ર આ સમયે ખરાબા પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યું છે. જમીન વેચાણમાંથી થતી આવકમાં ઘટાડો થયો છે, જેની અસર સ્થાનિક સરકારોના બજેટ પર પડી રહી છે. દેવાનો બોજ પણ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરીથી તેમની જૂની લાઇન, ‘બેલ્ટ ટાઈટ કરો, દેખાડો બંધ કરો’ ને અનુસરી રહ્યા છે.