ગુજરાતમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: સોનિયા, રાહુલ, ખડગે સહિતના આગેવાનો હાજર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. સચિન પાઇલટે રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે. હવે એક બાદ એક નેતા પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે.
મંગળવારે સરદાર સ્મારકમાં ઈઠઈની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.
80 ટકા ગુજરાત કેક પર લાગેલી લાલ રંગની ચેરી ખાય રહ્યું છે અને 20-25 ટકા મૂડીપતિઓ કેક ખાય રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું લખી લો ગુજરાતમાં ભાજપને હરાવીશું. અમે પણ કોંગ્રેસ પરિવારને ગેરંટી આપીએ છીએ કે, લખી લો એક શાનદાર, લડાયક વિપક્ષ બનીને બતાવીશું. આપણા માટે એક જ રસ્તો છે સડક પર ઉતરો, સંઘર્ષ કરો. આગળનો રસ્તો તેમાંથી નીકળશે. સંઘર્ષની સાથે સાથે સંગઠન મજબૂત કરો. સંગઠન વિચારધારા પર આધારિત હોય. સરદાર, ગાંધી, ફૂલે, બાબા સાહેબના મૂલ્યો પર આધારિત હોય એવું સંગઠન બનાવીએ.
પરંતુ જૂઠના પ્રયોગ કરનારા મોદી અને તેમની સરકારે દેશ-દુનિયા સામે ગુજરાત કેટલું ગતિશીલ છે, વાઇબ્રન્ટ છે, સ્વર્ણિમ છે એવા ડિંગા માર્યા. જો ગુજરાત વાઇબ્રન્ટ હોય તો ગુજરાતના યુવાઓ કેમ કેનેડા અને અમેરિકાની ફાઇલ મૂકે છે. અહીંનો ગ્રોથ જોબલેસ ગ્રોથ છે. હવે સેચ્યુરેશન પોઇન્ટ આવી ગયો છે.
ધારાસભ્ય મેવાણીએ કહ્યું કે, સાબરમતીના તટ પર ગાંધી અને સરદારની એ ભૂમિ જેમણે સ્વતંત્રતાનો પાયો નાંખ્યો એ ભૂમિ પર સૌ કોંગ્રેસ ડેલિગેટ્સનું સ્વાગત છે. ગુજરાતની ધરતીએ સત્યના પ્રયોગ કરનારા બાપુ પણ આપ્યા અને જૂઠનો પ્રયોગ કરનારા મોદી પણ આપ્યા.
2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે: ગેનીબેન
64 વર્ષ બાદ અધિવેશન થયું છે. સોનિયાજીએ તેનો મોકો આપ્યો છે. હું ગુજરાતી તરીકે આભાર માનું છું. જે પ્રસ્તાવ મૂક્યો છે તેને આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકો છે. ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને વિનંતી છે કે ગાંધીજીએ કહ્યું છે કે સત્તા માટે નહિ પરંતુ સેવા માટે છીએ. ભલે સતામાં ના હોઈએ પણ કામ કરીશું. 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે.