અત્યંત સંક્ષિપ્તમાં અનેક જીવન ઉપયોગી વાતો
આપણું સ્વાસ્થ્ય એ કાઈ આયુર્વેદ એલોપેથ હોમિયોપેથ જેવા આરોગ્ય વિજ્ઞાનનો ઈજારો નથી. આ કાઈ જ ન્હોતું ત્યારે પણ આપણે હતા અને સ્વસ્થ પણ હતા જ! સ્વાસ્થ્ય એ પ્રકૃતિનો ઈજારો છે. સ્વાસ્થ્ય એ આપણી અને પ્રકૃતિ વચ્ચેની એકરૂપતાનું પ્રમાણ દર્શાવતું બેરોમિટર છે. પ્રકૃતિ સાથે આપણે જેટલા વધુ એકરૂપ એટલા આપણે વધુ સ્વસ્થ. એક રસપ્રદ તથ્ય એ છે કે શરીર અંગેનું આપણું જ્ઞાન જેટલું વઘ્યું છે એટલા વધુ સ્વસ્થ આપણે થયાં નથી. તેનું કારણ એ છે કે પ્રકૃતિ નથી ઈચ્છતી કે શરીરને સ્વસ્થ રાખવાના તેના કાર્યમાં ઝાઝો ચંચુપાત કરીએ, એટલે જ બહારથી આપણું આ જેવી વ્યક્તિ દેખાય છીએ તેનું નિયમન આપણાં શરીરમાં રહેલું આ બ્રહ્માંડનું સહુથી ીહિફિં તજ્ઞાવશતશિંભફયિંમ મિકેનીઝમ દ્વારા થાય છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને જ્ઞાનના નામે દુનિયાભરમાં કુશિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો છે. તમને થશે કે ભાઈ શિક્ષણ તો હોય પણ આ કુશિક્ષણ એટલે શું વળી! જેમ કે જીવનમાં એક બાબતને શિક્ષણ કહેવાય છે, બુનિયાદી શિક્ષણ કહેવાય છે, ઉચ્ચ શિક્ષણ કહેવાય છે કે સારું શિક્ષણ કહેવાય છે તેમ એક બાબત આ જગતમાં “કુશિક્ષણ”ની પણ હોય છે. જોકે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની કૃપાથી કુશિક્ષણ માનવ જીવનમાં એટલું રૂટિન થઈ ગયું છે કે વ્યહવારમાં કુશિક્ષણ જેવો કોઈ શબ્દ જ નથી! તેથી જ આ કુશિક્ષણ એટલે શું ભાઈ એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક જ છે, તો હવે તેનો જવાબ પણ આપી દઉં છું.
- Advertisement -
કુશિક્ષણ એટલે આપણા પોતાના સંતાનો કે આપ્તજનોને તેને મળતા ગૂઢ સંકેતોની વિરૂદ્ધ નું જીવન જીવવા દબાણ કરવું! જેમ કે મોટા ભાગના લોકોને પોતે માંદા પડે, તેમના શેડ્યુલ અસ્તવ્યસ્ત થાય છતાં પણ દવા લેવાનું ગમતું નથી હોતું. અનેક લોકો ખુબ બીમાર પડે તો પણ દવા લેતા નથી. તેનું કારણ એ છે કે તેમની ભીતર પ્રાકૃતિક સંકેતની સિસ્ટમ સક્રિય હોય છે. પ્રકૃતિએ હજુ સુધી તેમને પોતાના ખોળામાંથી નીચે હડસેલીયા નથી હોતા. તેઓ માંદા પડે ત્યારે સ્વયં પ્રકૃતિ તેને કીસી કરી તેના કાનમાં કહે છે, “ળુ મયફિ બફબબુ, તું મારું બાળક છે છતાં તે મને સમજવામાં આટલી ભૂલ કરી ?!? પણ વાંધો નહી ચુનમુન, તું હવે એક અઠવાડિયું ઓછું જમજે, સવારે નાસ્તો કરતું જ નહી અને દવાને તો અડતું પણ નહી!” નહી તો એક સામાન્ય માણસ માંદો પડ્યા પછી સાજો થવા તો ઈચ્છતો જ હોય ને? પણ તેના સાજા થવાની પ્રક્રિયા આપણે સમજી રહ્યા નથી હોતા. હકીકતમાં તે સાજા જ થઈ રહ્યા હોય છે. પ્રકૃતિ સ્વયં તેની સારવાર કરી રહી હોય છે. તેને પ્રકૃતિના સંકેત હોવાથી તે અલ્પ આહાર લઈ રહ્યો હોય છે. પરંતુ આપણે એલોપથી દ્વારા આપણાંમાં રોપવામાં આવેલ અજ્ઞાનને જ્ઞાન સમજતા હોઈએ છીએ. તે અજ્ઞાન પર જ આપણે મુસ્તાક રહી પેલી વ્યક્તિને દવા લેવા, વધુ ભોજન લેવા દબાણ કરી છીએ. કારણ કે એલોપથી ડોકટર સત્તત એમ કહેતા રહે છે કે વધુ જમો! આપણે પાપીઓ છીએ તેથી જ એક વ્યક્તિનો પ્રકૃતિ સાથેનો નાતો આપણે તોડાવી છીએ. સર્વશક્તિમાન પ્રકૃતિ સાથેનો તેનો નાતો છોડાવી તેને ખઇઇજ ઇઅખજ ખઉ જેવા ફાલતુઓ સાથે જોડી છીએ! ખુદ જાતે જ પોતાની ભૂલ સમજી તે સુધારી સાજા થવાની તેની ક્ષમતા ઝૂંટવી લઇ તેને દવાઓનો સહારો લેવાનું શીખવી છીએ.
બાળક મોટું થયા પછી દૂધ પચવાનું બંધ થઈ જાય એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો!
આ કુશિક્ષણ છે. બાળક મોટું થયા પછી તેને દૂધ પચવાનું બંધ થઈ જાય છે એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો! આમ તેને પછી કુદરતી જ દૂધ ભાવતું નથી. જે બાળક અત્યાર સુધી દૂધ માટે તેની માને સત્તત કનાડતું હતું તેને અચાનક દૂધ ભાવવાનું બંધ થઈ જાય છે. તે પછી પણ આપણે તેને પરાણે સમજાવીને કે છેવટે મારીને પણ દૂધ પીવા તૈયાર કરી છેલ્લી મરે ત્યાં સુધીના દૂધના આદિ બનાવી દઈએ છીએ. દૂધ ના ભાવે તો તેને ચા પીતા કોફી કે બોર્નવિટા પીતા કરીએ છીએ અને આ બાળકો મોટા થઈને પોતાના બાળકોને પણ આ જ રીતે મારી ફૂટી દૂધ પીતા કરે છે. આ કુશિક્ષણ છે. બાળક ધૂળમાં રમી રહ્યું હોય, વરસાદમાં ન્હાઈ રહ્યું હોય, તડકામાં રખડતું હોય, “તે રીતે પ્રકૃતિના સંકેતથી કુદરતી રીતે” પ્રતિકાર શક્તિ કેળવી રફ એન્ડ ટફ બની રહ્યું હોય તો તેને કહીએ છીએ, ઇન્ફેક્શન લાગી જશે, તેની પાસેથી આપણે તેનું કુદરતી રક્ષણ ઝૂંટવી લઈએ છીએ, આ કુશિક્ષણ છે! જે પોતાની જાતે અલ્પ આહાર તરફ વળી રહ્યા હોય તેને આપણે પરાણે એપેટાઈઝર આપી વધુ જમતા કરી છીએ. બાળકોને પરાણે વિટામિન્સ ફૂડ સપ્લીમેંત લેવાનું શીખવી છીએ. આ કુશિક્ષણ છે.
- Advertisement -
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો પ્રસાર
સમગ્ર વિશ્વમાં હજુ આજે પણ 80% સારવાર સ્થાનિક ક્ષેત્રની પરંપરાગત વનસ્પતીઓથી થાય છે. એલોપથીની 65% જેટલી દવાઓ અલગ અલગ દેશના સ્થાનિક વૈદકમાથી ઉઠાવવામાં આવી છે.
પ્રાકૃતિક ચિકિત્સા આયુર્વેદ ની શાખા નથી.
આયુર્વેદમાં જે દિનચર્યા ઋતુચર્યા છે, પરેજી છે તે પ્રાકૃતિક ચિકિત્સા જ છે, તે પાળવા માત્રથી રોગ મટે, દવાઓ દર્દીના સંતોષ અને ચિકિત્સકના ધંધા માટે છે. ડ રે સોનોગ્રાફી વિગેરે એલોપથીની નીપજ નથી બલ્કે શરીરને અંદરથી નિરખવા એલોપથી દ્વારા અન્ય પ્રકારની ટેકનોલોજીનો થયેલો ઉપયોગ છે. પોતાની આગવી નિદાન પદ્ધતિમાં નિપુણતા ન હોય તેવા અન્ય પથીના ચિકિત્સક તેનો ઉપયોગ કરી શકે છે અને કરે જ છે. હોમીઓપેથીની ખોજ એલોપથીના તજજ્ઞ ડોકટરે એલોપથીની મર્યાદા અને ઘાતક અસરો સમજ્યા પછી કરી હતી. આયુર્વેદ 5 થી 7 હજાર વર્ષ પ્રાચીન છે અને માનવજાતનો ઇતિહાસ તેથી પણ ઘણો વધુ જૂનો છે, એટલે કે આયુર્વેદ વીના પણ માનવજાતે હજારો વર્ષ આ પૃથ્વી પર કાઢયા જ છે. પ્રાકૃતિક ચિકિત્સા એ અસ્તિત્વનું વિજ્ઞાન છે, તેથી માનવજાતના અસ્તિત્વ જેટલું પ્રાચીન છે, લોકો તે ક્યારે સમજ્યા તે લોકોના ડહાપણ નો મુદ્દો છે. તેની સિવાયની આયુર્વેદ સહિતની તમામ સિસ્ટમ ઔષધ આધારિત છે. એટલે તે તમામ ઔષધનું વિજ્ઞાન છે, જીવનવિજ્ઞાન નથી. માણસને તે લાગુ પડે પણ ખરું અને ન પણ પડે. સર્જરી એ સ્વાસ્થ્ય અંગેની ભ્રમિત સમજમાથી નીપજેલું ફિઝિકલ એન્જીન્યરીંગ છે….!
હોમિયોપથી
હોમિયોપથીના પ્રણેતા ડો.હનીમાન પછી હોમિયોપથીમાં ડો.નાશ, ડો.એલાન, ડો. કેન્ટ, ડો. બોરિક, ડો, સ્મિથ સહિત ઘણાએ હોમિયોપથીને પરિપૂર્ણ વિજ્ઞાન બનાવ્યું. હોમિયોપથીમાં પાંચ હજારથી વધુ દવાઓ છે અને તે સ્થૂળ પ્રકારના જથ્થાના પાવરમાં એટલે કે 250 મિલિગ્રામ 500 મીલિગ્રમ વિગેરે એકમથી નથી હોતી બલ્કે, પોટેન્સીના સુક્ષ્મ માપ એટલે જેમ કે 1 3 6 12 200 1ખ 10ખ વિગેરે માપમાં હોય છે. પાવરની આ એક આખી અલગ સિસ્ટમ છે. તેને વર્ણનાના એક આખો અલગ લેખ લખવો પડે, પરંતુ જેમ એલોપથી કે આયુર્વેદમાં 500 મિલિગ્રમની એક ટેબ્લેટને બદલે 250 મિલિગ્રમની 2 ટેબ્લેટ કે 250 મિલિગ્રમની એક ને બદલે 500 મિલિગ્રમની અર્ધી ટેબ્લેટ ચાલે તેવું હોમિયોપથીમાં થતું નથી. એક જ દવા અલગ અલગ પાવરમાં જુદુ જુદુ કામ કરે છે. આમ 5500 દવાઓ ડ્ઢ 11 પાવર એટલે કે 60000 દવા માં થી કોઈ એક કે બે ની પસંદગી કરવાની હોય છે, આ કામ ઘણું દુષ્કર છે . વળી હોમિયોપથીના કમનશીબે તેને એવા વિદ્યાર્થીઓ મળ્યા હોય છે જેને એલોપથીના આયુર્વેદમાં કે એન્જીન્યરીંગમાં એડમીશન ન મળ્યું હોય. આમ કેટલાક વિચક્ષણ હોમીયો તબીબોને બાદ કરતા મોટા ભાગના યોગ્ય દવાની પસંદગીમાં નિષ્ફળ જાય છે અને તે શાસ્ત્ર બદનામ થાય છે..બાકી હોમિયોપથી એક બહુ સરસ સારવાર પધ્ધતિ છે અને તે પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદ, એલોપથી ને બહુ મોટી મદદ કરી શકે એમ છે. તેમાં માનસિક ત્રુટીઓ, વિકૃતિઓ અને ત્વચાના રોગ માટે અદભૂત સારવાર છે. અત્યંત જૂના, હઠીલા, જેના કોઈ દેખીતા કારણ ન મળતા હોય તેવા રોગ માટે તે આયુર્વેદને ક્યાંય પાછળ રાખી દે તેમ છે. ભારતમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તે મુખ્ય ચિકિત્સા પધ્ધતિ છે. અમુક દેશમાં પણ તેનું ભારે ચલણ છે..અત્યંત ઉચ્ચ શિક્ષિત લોકો તેને ખુબ પસંદ કરે છે.