મુખ્ય ગર્ભગૃહની ઉપર આનંદ નિલયમ પર સોનાનું પરત ત્રણ માળ સુધી ચડાવવામાં આવશે: આ ગુંબજની આકૃતિનું હશે, જે ગોપુરમ જેવું દેખાશે
દર્શનાર્થીઓ માટે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિની પ્રતિકૃતિ મુખ્ય મંદિરની બાજુમાં જ એક હંગામી મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભક્તગણ હવે ભાગ્યે જ કદાચ વિશ્ર્વ પ્રસિદ્ધ તિરુમાલા મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. મંદિર પ્રશાસને એક નિર્ણય લીધો છે કે, મુખ્ય ગર્ભગૃહ 2023 સુધી છથી આઠ મહિના સુધી બંધ રહેવાની સંભાવના છે. પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ગર્ભગૃહની ઉપર આનંદ નિલયમ પર સોનાનું પરત ચડાવામાં આવશે, જે ત્રણ માળ સુધી લાગશે. જેને વિમના કહેવાશે. આ ગુંબજની આકૃતિનું હશે, જે ગોપુરમ જેવું દેખાશે.
તિરૂમાલા મંદિર આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લામાં આવેલું છે. ભક્તગણ સૌથી વધારે ધનવર્ષ આ મંદિરમાં કરે છે. એટલા માટે ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરને સૌથી ધનાઢ્ય દેવાલય માનવામાં આવે છે. આજથી પહેલા આ મંદિર કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યું હતું. આ અગાઉ તિરુપતિ બાલાજી મંદિર 2018માં 80 દિવસ બંધ રહ્યું હતું. આ મંદિર ફક્ત કર્મચારીઓ માટે ખુલ્લુ હતું. હવે મંદિર પ્રશાસને ફરી એક વાર ભક્તો માટે મહત્વની સૂચના આપી છે. તિરૂમાલા મંદિર પ્રશાસન સાથે જોડાયેલ અધિકારીઓએ કહ્યું કે, જયાં સુધી ગર્ભગૃહના ઉપરી ભાગ પર સોનાની પરત નહીં ચડાવામાં આવે, ત્યાં સુધી ભગવાન વેંકટેશ્વરની મૂર્તિની પ્રતિકૃતિ મુખ્ય મંદિરની બાજૂમાં એક હંગામી મંદિર સ્થાપિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ મંદિરનું મેનેજમેન્ટ તિરૂમાલા તિરુપતિ દેવસ્થાનમ કરે છે, જે ભારતનું સૌથી અમીર મંદિરનું મેનજમેન્ટ કમિટી છે.
દુનિયાના સૌથી અમીર મંદિરોમાંનું એક છે તિરૂપતિ બાલાજી
તિરુપતિ ભારતનું સૌથી પ્રસિદ્ધિ તીર્થસ્થળમાંનું એક છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે. સમુદ્ર તટથી 3200 ફુટની ઉંચ્ચાઈ પર આવેલ તિરુમલાની પહાડી પર બનેલુ શ્રી વેંકટેશ્વર મંદિર અહીનું સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર કેટલીય શતાબ્દી પહેલા બનેલું છે. આ મંદિર દક્ષિણ ભારતીય વાસ્તુકલા અને શિલ્પ કલાનો અદ્ભૂત નમૂનો છે.