‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ નિમિત્તે વોકહાર્ટ હૉસ્પિટલમાં આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
29 ઓક્ટોબરને ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્ર્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ ‘ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ’ છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્ર્વિક અભિયાન સાથે સરિખિત થાય છે.
આ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં તમારે કેટલાક ફેરફાર જરૂરી છે. તેના પ્રત્યે જાગૃતિ માટે જ દર વર્ષે વર્લ્ડ સ્ટ્રોક ડે મનાવવામાં આવે છે. ગંભીર સ્ટ્રોકની સમસ્યાથી બચવા માટે ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈબ્લડ પ્રેશર અને હૃદયરોગ સંબંધિત સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાની જરૂર છે, તેવામાં હેલ્ધી લાઈફ સ્ટાઈલ ખૂબ જરૂરી છે. સ્ટ્રોક અંગે વધુ જાગૃતતા લાવવા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં તેના નિવારણના ધોરણો અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. વિકાસ જૈન (ક્ધસલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ ન્યૂરો રેડિયોલોજિસ્ટ અને પેરિફેરલ વેસ્ક્યુલર ઈન્ટરવેન્શનિસ્ટ), ડૉ. જીગરસિંહ જાડેજા (ક્ધસલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), ડૉ. વિરલ વસાણી (ક્ધસલ્ટન્ટ બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જરી)એ વધુ માહિતી આપી હતી.
- Advertisement -
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટની ડૉકટર્સ ટીમ જણાવે છે કે સ્ટ્રોક એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે, તેમાં લોહીના પુરવઠામાં વિક્ષેપ પડતાં મગજને નુકસાન થાય છે. ચાલવામાં, બોલવામાં અને સમજવામાં તકલીફ થવી એ સ્ટ્રોકના લક્ષણો છે. હાથ, પગ કે ચહેરાનો લકવો અને નિષ્ક્રિયતા પણ સ્ટ્રોકના લક્ષણ છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ સ્ટ્રોકથી બચી શકાય છે.
વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યૂરોસાયન્સ વિભાગ જટિલ ન્યુરોલોજિકલ અને ન્યુરોસર્જિકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સંભાળ લેવા માટે સુસજ્જ છે. સ્ટ્રોક, એન્યુરિઝમ અને મગજની અન્ય સ્થિતિઓ જેવી કે એપીલેપ્સી મેનેજમેન્ટ, આધાશીશી, મેમરીલોસ, પેરિફેરલ ન્યુરોપથી અને બોટોક્સ- સ્પેસ્ટીસીટી- હેમી ફેસિયાસ માટે મિનિમલી ઈન્વેસ્ટિવ પ્રોસીજર દર્શાવતી એડવાન્સ કેર પૂરી પાડવા માટે હોસ્પિટલના નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે.