એવરેસ્ટ સર કરનાર પ્રથમ સૌરાષ્ટ્રીયન બન્યાં ડૉ. ચેતરિયા
ભારતમાં એવરેસ્ટ બેઝ કર્યા વગર સીધા એવરેસ્ટ પર જનારા પ્રથમ વ્યક્તિ બન્યા ડૉ. ચેતરિયા
એવરેસ્ટનાં બેઝ કેમ્પ પરથી ડૉ. ચેતરિયાની ‘ખાસ-ખબર’ સાથે
ખાસ વાતચિત
- Advertisement -
દેવભૂમિ દ્વારકાનાં દરિયા કિનારાથી લઈ પવિત્ર ભૂમિ હિમાલયની ટોચ પર પહોંચવા સુધીની સફર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના યુવા ડોક્ટર સોમાત ચેતરિયાએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ પર્વતારોહક બન્યા છે. તેમણે આ કીર્તિમાન સ્થાપિત કરી પ્રથમ એવરેસ્ટ ચડનારનું ગૌરવ ખંભાળીયા તથા દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રને અપાવ્યું છે. અગાઉ આઠ હજાર મીટર ઉંચાઈનું મનાસલૂ શિખર સર કરનાર ડૉ.ચેતરિયાએ 24 કલાકમાં લાહોત્સે તથા એવરેસ્ટ શિખર સર કરવાનો રેકોર્ડ પણ સર્જયો છે એટલું જ નહીં તેમણે કેવલ કક્કાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ સાથે જ ખંભાળીયાના યુવા તબીબ સોમાત ચેતરિયાએ માત્ર આઠ મહિનામાં 10 ઉંચા પર્વતોને સર કરવાનો પણ નવો રેકોર્ડ સર્જયો છે. અગાઉ નેપાળના દુનિયાના આઠમા ક્રમના આઠ હજાર મીટરની ઉંચાઈના મનાસલૂ પર્વત પર ચડીને રેકોર્ડ કરનાર આ તબીબે ગત ઓક્ટોબર 2022માં આ સિદ્ધિ મેળવી હતી. જે પછી સતત પ્રયાસો થકી એપ્રિલમાં એન્ડમાં ચડાઈ શરૂ કરી 22 દિવસે તા.14-5ના રોજ સવારે એવરેસ્ટ સર કર્યો હતો. હિમાલયના એક બેઝ કેમ્પ પર હાલ હેલિકોપ્ટરની રાહ જોઈ રહેલા ડૉ. સોમાત ચેતરિયાએ ખાસ-ખબર સાથેની ખાસ વાતચીત દરમિયાન કઈ રીતે દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારાથી લઈ પવિત્ર ભૂમિ હિમાલયની ટોચ પર પહોચ્યા હતા તે રસપ્રદ સફરની વિગતો ફોન પર જણાવી હતી.
માત્ર 24 કલાકમાં જ લાહોત્સે તથા એવરેસ્ટ શિખરને આંબવાનો રેકર્ડ સર્જયો ડૉ. સોમાત ચેતરિયાએ
- Advertisement -
દરેક ખંડના સૌથી ઉંચા પર્વતને સર કરવાનું સ્વપ્ન છે : સોમાત ચેતરિયા
ખંભાળીયાનાં યુવા તબીબ સોમાત ચેતરિયાએ માત્ર 8 મહિનામાં 10 ઊંચા પર્વતને સર કરવાનો પણ રેકોર્ડ સર્જ્યો
સોમાત ચેતરિયા
સંઘર્ષથી લઈ સફળતાના શિખરો સુધી..
સોમાત ચેતરિયાનો જન્મ 14 ડિસેમ્બર, 1981ના રોજ સૌરાષ્ટ્રના તે સમયના જામનગર જિલ્લા (હાલના ખંભાળિયા જિલ્લા)ના કલ્યાણપુર તાલુકાના નાના એવા ગામ લાંબા બંદરમાં થયેલો છે. આહિર પરિવારના સોમાત ચેતરિયાના પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શરૂઆતથી જ ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હોવાના કારણે, ક્યારેક બે ટંક જમવાના પણ ફાંફા પડતા હતા. સોમાત ચેતરિયા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાના કારણે તેમના ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપ સાહેબ તેમના ભણતર પાછળ ખૂબ મહેનત કરતા હતા. ધો. 5માં દિલીપ સાહેબે સેન્ટ્રલ ગર્વમેન્ટ દ્વારા સંચાલિત નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સોમાત ચેતરિયાને નજીકના ગામના શિક્ષક પાસે દરરોજ ટયુશનમાં મોકલવાનો નિર્ણય કર્યો. પોતાના ગામથી 4 કિલોમીટર દૂર આવેલા સતાપરા ગામમાં સોમાત ચેતરિયા દરરોજ સવારના 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ટયુશનમાં ચાલીને જતા. તેમની આ જ મહેનતથી તેમણે નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી, અને ધો. 12 સુધી સીબીએસઈ બોર્ડમાં ખૂબ સારૂ શિક્ષણ મેળવ્યુ. જામનગર નજીક અલિબાડામાં આવેલી નવોદય વિદ્યાલયમાં તેમને શિક્ષણ ના પ્રાપ્ત કર્યુ હોતા, તો આજે પણ તેઓ ખેતી જ કરતા હોતા! સોમાત ચેતરિયા ભણવામાં હોશિયાર હોવાથી સીબીએસઈ બોર્ડમાં સારા માર્કએ પાસ થયા અને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો. તેઓ જ્યારે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમની પાસે ફક્ત બે જોડી કપડા જ હતા, તેમને પ્રવેશ માટે બોન્ડ ફી ભરવાના પૈસા પણ ઉધાર લેવા પડ્યા હતા. સોમાત ચેતરિયાએ એમબીબીએસમાં પણ સારા માર્ક્સથી પાસ કર્યુ પણ ટ્રેનિંગ પર હોવાથી થોડું જ સ્ટાઈપેન્ડ મળતું હતું. એવા સમયે ઘરમાં લગ્નની વાત ચાલી, તેમની સગાઈ જૂનાગઢની મહેતા ફેમિલીની દિકરી કાજલ સાથે નક્કી થઈ. તેમના લગ્ન સર્જરીના ત્રીજા વર્ષના અભ્યાસ દરમિયાન કાજલ સાથે થયા હતા. વર્ષ 2012માં તેમને ત્યાં એક દિકરીનો જન્મ થયો, જેમનું નામ હિરવા છે. હાલમાં તે 9 વર્ષની છે. સોમાત ચેતરિયાએ આ સિવાય એક આશ્ચર્યજનક વાત એ જણાવી હતી કે, તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે, ઘર માટી-નળિયાનું હોવાના કારણે તેઓ પોતાના મિત્રોને તેમના ઘર લઈ જઈ શકતા નહતા અને કઠિન સંઘર્ષ કર્યા બાદ ડોક્ટર બન્યા પછી પણ તેમની આવક ઓછી હોય તેમને લગ્ન કરવામાં પણ તકલીફ પડી હતી. જોકે લગ્ન બાદ ધીમેધીમે તેમની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી.
પૈસા નહીં પરંતુ સેવાભાવને આપ્યું પ્રાથમિક મહત્ત્વ
સોમાત ચેતરિયાની મેડિકલ ટ્રેનિંગ પછી તેમને પીજી માટે સર્જરીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમની ઈચ્છા મહુવામાં આવેલી ખૂબ પ્રખ્યાત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંભાવના હોસ્પિટલમાં ફેલોશીપ કરવાની હતી, પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારો પગાર મળે નહીં, જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલ સારૂ પેકેજ ઓફર કરતી હતી. પરંતુ તેમને તો આ જ હોસ્પિટલમાં કામ કરવું હતું. કારણ કે ત્યાં સાચા અર્થમાં સેવા થતી હતી, અને સર્જરીનો બહોળો અનુભવ મળે તેમ હતો. એટલે તેમણે 28000ના પ્રાથમિક પગારમાં સાડા ત્રણ વર્ષ યુરોલોજીમાં ફેલોશીપ કરી હતી. ત્યારબાદ તેમણે ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ નામથી એક પ્રાઈવેટ હોસ્પિટલ શરૂ કરી. સોમાત ચેતરિયા સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલા એટલે સેવા અને વિનમ્રતા જેવા ગુણો ગળથુંથીમાં મેળવેલા હતા, એ ગુણોને પોતાના ડોક્ટરી કારકીર્દી પણ અપનાવેલા હતા. તેમણે પોતાની હોસ્પિટલમાં યુરોલોજીના ઓપરેશન ઘણા રાહત દરે કરી આપતા, જેથી દર્દીઓને ધસારો હંમેશા રહેતો. જેના લીધે આખા જામનગર અને પોરબંદર પંથકમાં તેમની હોસ્પિટલને ખૂબ નામના મળી. તેમની હોસ્પિટલમાં તેઓ મુખ્ય સર્જનની સાથે 1 આસ્સિસ્ટન્ટ સર્જન, મેડિકલ ઓફિસર સહિત 45નો સ્ટાફ છે, તેમની હોસ્પિટલનું સંચાલન તેમના પત્નિ કાજલ ચેતરિયા કરે છે.
અથાગ પરિશ્રમ બાદ મેળવી અનોખી સિદ્ધિ
ડૉ. સોમાત ચેતરિયાએ એવરેસ્ટ સર કર્યા પૂર્વે ગિરનાર અને ગોપ પર્વત પર 20 કિલો વજન સાથે આઠ વખત ચડાણ-ઉતરાણની પ્રેક્ટિસ કરી હતી તથા એવરેસ્ટ સર કરવા માટે ખંભાળીયા રહીને જરૂરી તાલીમ લેવા માટે તેઓએ અમેરિકાથી હાઈપોક્સી ટેંટ પણ મંગાવી તેમાં રહી પ્રેક્ટિસ કરી હતી. ભારતમાં એવરેસ્ટ બેઝ કર્યા વગર સીધા એવરેસ્ટ પર જનારા પ્રથમ વ્યક્તિ ડૉ. સોમાત ચેતરિયા બન્યા છે.
માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પૂર્વે અમેરિકાથી હાઈપોક્સી ટેંટ મંગાવી તેમાં રહી પ્રેક્ટિસ કરી
ગિરનાર અને ગોપ પર્વત પર 20 કિલો વજન સાથે 8 વખત ચડાણ-ઉતરાણ કર્યું
કઈ રીતે એવરેસ્ટ સર કરવાનું સૂજ્યું?
સોમાત ચેતરિયાને ભૂગોળ વિષયમાં પહેલેથી ઘણો રસ હતો. તેમના આ ભૂગોળ વિષયના વાંચનમાં વર્ષ 2016માં એવરેસ્ટ વિશે જાણવાની ખૂબ ઈચ્છા થઈ. જેથી તેમને તેમના વિશે જાણકારી મેળવવાની શરૂ કરી. વર્ષ 2019માં તેમણે એવરેસ્ટ સર કરવાનું નક્કી કરી લીધું અને તૈયારીઓ શરૂ કરી દીધી. તેમનો મૂળ સ્વભાવ હંમેશાથી પડકારો ઝીલવાનો રહ્યો છે અને તેમને એવરેસ્ટ સર કરવાનો પડકાર ઝીલી લીધો. એવરેસ્ટ સર કરવાની તૈયારી વચ્ચે જાણકારી મળી કે, એવરેસ્ટની સાથે દુનિયાનો 4 નંબરનો સૌથી ઉંચો પર્વત લાહોત્સેનું વાતાવરણ એવરેસ્ટ જેવું જ છે, અને આ બંન્ને પર્વત સાથે સર કરી શકાય છે. લાહોત્સે પર્વત સર કરવાની સિદ્ધિ ફક્ત મુંબઈના સૌથી પ્રખ્યાત માઉન્ટર અને તેન્ઝીંગ નોર્ગઈ એવોર્ડ વિજેતા કેવલ કક્કાનો છે, જેમણે ફક્ત 6 દિવસમાં જ આ પર્વત વર્ષ 2019માં સર કર્યો હતો. જેથી તેમણે બંન્ને પર્વત સાથે સર કરીને આ રેકોર્ડ તોડવાનું નક્કી કર્યુ.?
કેવી-કેવી મુશ્કેલીઓ આવી?
ડૉ. ચેતરિયાને એવરેસ્ટ સર કરવાની તૈયારીઓ વચ્ચે કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થઈ, જેમાં એવરેસ્ટ ચઢવા માટે 45થી 60 દિવસનો સમય લાગે અને તેટલા દિવસ સુધી હોસ્પિટલ બંધ રાખી શકાય નહીં. 50 લાખનો ખર્ચ પણ થાય. બીજી તરફ એવરેસ્ટમાં 8000 મીટરની ઉંચાઈથી વધારે આગળ જતા ઓક્સિજન લેવલ ઘટતું જાય છે, એક સમય એવો આવે કે ઓક્સિજનનું લેવલ એટલું ઓછું થઈ જાય કે, કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, જેને ડેથઝોન લેવલ કહેવાય છે. જેથી આટલા ઉપરના લેવલ પર ચઢવા માટે ઓક્સિજન ટેંટની જરૂર પડે. તેમણે અમેરિકાથી ખાસ હાઈપોક્સી ટેંટ મંગાવ્યો અને આ ટેંટ જનરેટર શરૂ કરતા આપોઆપ ધીમેધીમે ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે. આમ, સોમાત ચેતરિયાએ ફક્ત એવરેસ્ટ જ સર નથી કર્યો, પરંતુ હાઈપોક્સી ટેંટનો ઉપયોગ કરવો, બેઝ કેમ્પ વગર સીધો જ એવરેસ્ટ સર કરવો, રોટેશન પૂરૂ કરીને સીધું ઘરે આવવું, સમીટ વખતે પાછું જવું એ એક ભારતીય પર્વતારોહકના ઈતિહાસમાં સૌથી પહેલી વાર બન્યું, અને તેમએ ફક્ત 22 દિવસમાં જ એવરેસ્ટ એક્સપેડિસન પૂરૂ કરીને રેકોર્ડ બનાવ્યો.
કીર્તિમાન સ્થાપવામાં કોની-કોની મદદ મળી?
સોમાત ચેતરિયાએ એવરેસ્ટ સર કરવા વિશે જાણ્યા બાદ તેને સર કરવાની ઈચ્છાને હકિકતમાં બદલવાની તૈયારી ચાલુ કરી દીધી. ગૂગલમાંથી એવરેસ્ટ વિશે તમામ માહિતી મેળવ્યા બાદ સોમાત ચેતરિયાએ અમદાવાદના પર્વતારોહક દંપતી ડૉ. હેમંત લેઉવા અને તેમના પત્નિ ડૉ. સુરભી લેઉવાનો સંપર્ક કર્યો, અને પોતાની માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે પ્રથમ તો પોતાની શારીરિક તૈયારીઓ શરૂ કરી. સૌપ્રથમ તેમણે પર્વતારોહક લેઉવા દંપતી સાથે ઈવફમમફિ િયિંસ સર કર્યો. ત્યારબાદ વર્ષ 2022ના સપ્ટેમ્બરમાં ખિ.ંળફક્ષફતહી (દુનિયાનો 8માં નંબરનો સૌથી ઉંચો પર્વત) સર કર્યો. તેઓ ડૉ. હેમંત અને સુરભી લેઉવા સાથે ખિ.ંળફક્ષફતહી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યા. તેમણે લેઉવા દંપતીના 1 કલાક પહેલા જ આ પર્વત સર કરીને સૌરાષ્ટ્રના પહેલા પર્વતારોહક બન્યા. 29 સપ્ટેમ્બર 2022ના રોજ ખિ.ંળફક્ષફતહી સર કર્યો પછી, તેમને લાગ્યુ કે હવે એવરેસ્ટ સર કરવો અશક્ય નથી. તેથી તેમણે પોતાની હોસ્પિટલના સર્જરીના ખૂબ કામો વચ્ચે પણ ફિઝીકલ ફિટનેસ માટે તૈયારી કરવાનું શરૂ કર્યુ. તેમણે નિલેષભાઈના ગાઈડન્સ હેઠળ રાત્રે 3:30 વાગ્યે ઉઠવાનું અને 20 કિલોના વજન સાથે ચાલવાનું, પગથિયા ચઢવા-ઉતરવા, 8થી 9 વાગ્યા સુધી કોર એક્સસાઈઝ કરવાની અને 9 વાગ્યા પછી હોસ્પિટલનું રૂટિન કામ કરવાનું ચાલું રાખ્યું હતું. સોમાત ચેતરિયાના પત્નિ કાજલ પણ તેમની સાથે ઢાલ બનીને ઉભા રહ્યા હતા. પોતાના સ્વપ્ન પૂરા કરવામાં જો પરિવારનો સાથ મળે તો, તો કોઈપણ મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકાય છે. અને આ તો એવરેસ્ટ એટલે મુશ્કેલીનું બીજું નામ. લોકો અને મિત્રોની વાતોને અવગણીને મારા પત્નિ કાજલે મને પૂરો સાથ-સહકાર આપ્યો એવું સોમાત ચેતરિયાએ જણાવ્યું હતું.
ઘરે બેઠા હાઈપોક્સીની તાલીમ લઈ, ઘરે જ પોતાની જાતને એવરેસ્ટના વાતાવરણને અનુકૂળ બનાવી માત્ર 22 દિવસમાં એવરેસ્ટ સર કરનાર ભારતના પ્રથમ પર્વતારોહક
ડૉ.ચેતરિયાના નામે અનેક રેકોર્ડ
સોમાત ચેતરિયાએ એવરેસ્ટ સમિટ 13 મેના 6:15ના 23 કલાકની અંદર અને કવજ્ઞતિંય સમિટ 14 મેના 6:04ના સર કર્યો. તેમણે કેવલ ક્કકાનો એવરેસ્ટ લ્હોત્સે સમિટના 6 દિવસના રેકોર્ડને તોડિને ભારત માટે એક નવો રેકોર્ડ બનાવ્યો. આજે તેઓ સુરક્ષિત રીતે એવરેસ્ટ બેઝ કેમ્પ પર ઘરે પરત ફરવા માટે હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યા છે. સોમત ચેતરિયાનું હવે પછીનું લક્ષ્ય સેવન સમિટ છે. એટલે કે દુનિયાના દરેક ખંડના સૌથી ઉંચા પર્વતને સર કરવાનું છે.
અગાઉ વિશ્વનાં 8માં સૌથી ઉંચા પર્વત મનાસલૂને સર કરી ઈતિહાસ રચ્યો હતો
ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ ચલાવતા ડૉ. સોમાત ચેતરિયા હંમેશા કંઈક અલગ કરવામાં જ માને છે. અગાઉ તેમણે વિશ્વનો 8માં નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કરી ઈતિહાસ રચ્યો હતો. ડૉ. ચેતરિયાએ 8,163 મીટર ઊંચો વિશ્વનો 8માં નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કર્યો હતો. સાથે જ તેઓએ આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ બનીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પર્વત પર પહોંચીને તેમણે ભારતના તિરંગા સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.