18 સ્કૂલોમાં પ્રદર્શન, ત્રણ સ્થળો પર રાત્રિ સભા, LED સ્ક્રીન પર મચ્છર વિષયક માહિતી સહિતનું પ્રદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે રપ એપ્રિલને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મેલેરિયા દિવસ’તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ નિમીતે વિવિદ્ય કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્5તિ અટકાયતી 5ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ વિવિદ્ય જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હોમીયોપેથીક મેડીકલ કોલેજ, એસ.આઇ. કોલેજ, મહિલા આઇ.ટી.આઇ. તથા પોલીટેકનીકલ કોલેજ સહિત કૂલ 18 સ્કુલોમાં જાહેર પ્રદર્શન કરાયું હતું. જ્યારે 18 વોર્ડમાં જાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છઘરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર અને પોસ્ટિર દ્વારા મેલેરિયા અને મેલેરિયા રોગ અટકાયતી ગલાં વિશે માહિતીગાર કરવામાં આવ્યા.
- Advertisement -
આ કાર્યક્રમમાં અંદાજીત 1318 લોકોને મેલેરિયા રોગ વિષયક માહિતી આ5વામાં આવી. જ્યારે 18 સ્કુલોમાં જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને મેલેરિયા રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતી અપાઈ. તમામ પંડિત દિનદયાલ આરોગ્ચ કેન્દ્ર 5રથી આરોગ્ય શિક્ષણ તથા 5ત્રિકા વિતરણ કાર્યક્રમ તથા ત્રણ સ્થળોએ રાત્રી સભા કાર્યક્રમ યોજાયો હતો.