150 દિવ્યાંગોએ દેશ ભક્તિ ગીત, ગરબા, મિમિક્રી અને નૃત્યની કૃતિઓ રજુ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
3 ડીસેમ્બરના રોજ વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા અને પોલીસ પરિવાર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારના રક્ષણ અને તેમની સુખાકારી માટે વિશ્વભરમાં 3 ડીસેમ્બરના રોજવિશ્વ દિવ્યાંગ દિવસની ઉવિણી કરવામાાં આવે છે. આ દિવસે આ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાાં આવે છે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક એવા વિશ્ર્વનું નિર્માણ થાય કે જ્યા તેવો પણ સામાન્ય લોકોની જેમ હળી મળીને રહી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે
- Advertisement -
ત્યારે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા શહેરની પાંચ દિવ્યાંગ સંસ્થાના 150 જેટલા દિવ્યાંગ ભાઈઓ બેહનો તથા બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં 150 જેટલા દિવ્યાંગોએ દેશ ભક્તિ ગીત, રાસ ગરબા, મિમિક્રી અને નૃત્ય સહીત અલગ અલગ કૃતિઓ રજુ કરી કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ પોલીસ દ્વારા કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ તકે એસપી હર્ષદ મેહતાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ લોકોની કાળજી લેવી એ સમાજની ફરજ છે. અને શક્ય તમામ મદદ કરવા દિવ્યાંગ સાંસ્થાઓને ખાતરી આપવામાાં આપેલ હતી.