વફાદારી, પ્રેમ, લાગણી જેવા ગુણોને કારણે ‘ડોગ’ હંમેશા માનવીનો પ્રિય 30 હજાર વર્ષથી લોકો શ્ર્વાન પાળી રહ્યા છે
- અરૂણ દવે
ફિલ્મ દુનિયામાં જાણીતા કલાકારો પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, જેકલીન દુર્નાન્ડીસ, મલાઈકા અરોરા, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋત્વિક રોશન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, સોનાક્ષી સિંહા, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર અને સાની લિયોની જેવા વિવિધ સ્ટારો પાસે શ્ર્વાન છે. બાળથી મોટેરાઓને શ્વાન પ્રત્યે લગાવ હોય છે. પોતાના પાલતું જાનવર પ્રત્યે માનવીને પોતાના પુત્ર કરતા પણ વિશેષ પ્રેમ હોય છે. આજે તો લોકો લાખો રૂપિયાની કિંમતના શ્ર્વાન પાળી રહ્યા છે.તેની સાથે તેના આહાર-ઉછેર અને સાર સંભાળ સાથે વેક્સિનેશમાં પણ હઝારો રૂપિયા ડોગ લવર્સ ખર્ચી રહ્યા છે. વર્ષોથી માનવી સાથે રહેતા અને માનવીનો સાચો મિત્ર શ્વાન પોતાના ઘણા બધા ગુણોને કારણે,સારી ટેવોને કારણે પ્રિય થયેલ છે.તેમની ’ઓલિડયન્સી’ સ્કિલને કારણે તે માલિકની દરેક સૂચનનો અમલ કરે છે.આજે તો વિશ્વભરમાં 1100થી વધુ પાલતુ જાનવરો માણસો પોતાના ઘરમાં પાલી રહ્યા છે,જેમાં શ્ર્વાન-પેરોટ-કેટ-ઇગ્વાના અને પાયથન પહેલી પસંદ છે.
વિશ્ર્વભરમાં ‘ડોગ’ રક્ષણ માટે પહેલી પસંદ છે.વિવિધ બ્રીડના ખતરનાખ ડોગ ‘સેફટીડોગ’ ની વ્યાખ્યામાં આવે છે.તે જુદા જુદા 10થી વધુ અવાજો કાઢી શકે છે.ઇતિહાસ જોઇએતે ” પૂર્વએ છે,તેમનું ડી.એન. એ. 99.99 ટકા ડોગ સાથે મેચ થાય છે.દુનિયામાં સૌથી ખાતરનાખ ડોગ પ્રજાતિ ” છે. અમેરિકામાં તેને પાળવાની મનાઈ છે. તેના હુમલાને કારણે દર વર્ષે માણસોના મુત્ર્યું થાય છે. અંતરિક્ષમાં પણ પ્રથમ રશિયાનો ડોગ “લૈદ્દા” ગયો હતો. બલ્ગેરિયામાં એક યુદ્ધ તો ગ્રીકનો શ્વાન બોર્ડર ક્રોસ કરી ગયો હતો એટલે થયું હતું.
તેની સૂંઘવાની શક્તિ પાવરફુલ હોવાથી પોલીસ – એરપોર્ટ-રેલવે વિગેરે જાહેર સ્થળોએ સલામતી માટે ડોગ રાખે છે.આમ નો જોઈએ તો 30 હજાર વર્ષ માનવજાતિ ડોગ પાળી રહી છે. દુનિયાની સૌથી ખાતરનાક બ્રીડમાં ‘પીટબુલ’ પ્રજાતિ નંબર વન છે. આ સિવાય સેંટ બર્નાડ,ચાઉ ચાઉ,ગ્રેટડેન,બુલ ટેરીયર્સ,સાયબેરિન હસ્કી,બેલ્જીયમ શેફર્ડ, બુલડોગ, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, અટિકા, ડોબરમેન જેવી બ્રીડ ખતરનાખ હોય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રે
- Advertisement -
કોર્ડમાં સ્થાન મેળવનાર વિશ્વનો સૌથી મોટો ડોગ ’જયોર્જ’ છે,જેનું વજન 111 કિલો છે.દુનિયામાં 400 ગ્રામના ટોપ બ્રીડ ડોગ થી લઈને 120કિલોના કદાવર ડોગસેવા મળે છે. પશુપાલન કરનારા પોતાના જનાવરોની ચોકીદારી માટે પણ શ્વાન રાખે છે. તેની આંખમાં ત્રણ પોપચાં હોય છે. બે દ્રશ્યમાન પોપચાંની નીચે ગુલાબી પટલ હોય છે. જે તેને ધૂળથી રક્ષિત કરે છે. 1800ના દાયકામાં બર્ફવર્ષા માં ફસાયેલા 40 લોકોની જાણ સ્નીફર ડોગે બચાવી હતી. છેલ્લા સંશોધન મુજબ ટૂંકા-ટૂંકા 150થી વધુ શબ્દો યાદ રાખી શકે છે. કેટલીક બ્રીડ તો 250 શબ્દો યાદ રાખે છે. દુનિયામાં એક માત્ર “ચાઉં-ચાઉં” બ્રીડના ડોગની જીભ કાળી હોય છે. હાલ દુનિયામાં 25થી વધુ પ્રજાતિના શ્ર્વાન લોકો પાળી રહ્યા છે.જેમાં ટેરિયર, લાસા મિનિચર, ડેસહાઉન્ડ, સેન્ટર અને ડાલમેષ્યન જેવી બ્રીડની ગણના થાય છે. શિકારી શ્વાન તરીકે બીગલ ડોગ અગ્રક્રમે છે. બેલ્જીયમ શેફર્ડ ડોગ એક્ટિવ-ચકોર અને હેન્ડલ કરવામાં ખુબજ અઘરા હોય છે. તે સ્નિફર ડોગ તરીકે ઉમદા કાર્ય કરે છે.