એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે તા. 25થી 28 સુધી મશીન ટુલ્સ શો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મશીન ટુલ્સ ઉત્પાદન ક્ષેત્રે ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતા રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા માટે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા આગામી તા. 25થી 28 સુધી રાજકોટના આજી જી.આઈ.ડી.સી. નજીકના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે વિશ્ર્વ કક્ષાનું મશીન ટુલ્સ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં દેશ-વિદેશના મશીન ટુલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ મશીન ટુલ્સ પ્રદર્શન સ્થળે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારાએ મશીન ટુલ્સ શોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા દર બે વર્ષે મશીન ટુલ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
- Advertisement -
આ નવમું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન છે. વર્ષ 2006માં પ્રથમ વખત લગ્ન મંડપના ગાળા હોય તેવા ગાળામાં પ્રદર્શન યોજાયું હતું પરંતુ રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી છે જે આજે 682 ફૂટ લાંબા બે સેન્ટ્રલી એ.સી. ડોમમાં પરિવર્તિત થયું છે. તેની સાથે મશીન ટુલ્સ એસો.એ મશીન, ડ્રીલ મશીન, ગ્રાઈન્ડીંગ મશીન, હેક્સો મશીન, વાયર પ્રોડકટ મશીન, વુડ વર્કિંગ મશીન તથા સ્પેશીયલ પર્પઝ મશીન હશે. આ પ્રદર્શનમાં અંદાજિત 60,000થી વધારે લોકો મુલાકાત લેશે. એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે તા. 25થી 28 સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી મશીન ટુલ્સ શો યોજાશે. વિશ્ર્વના 14થી વધુ દેશોના ઉત્પાદકો મશીન ટુલ્સ શોમાં ભાગ લેશે. આ પ્રદર્શનને સફળ બનાવવા 500થી વધુ લોકોની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.