પીએફઆરડીએ, પીડબલ્યુસી ઈન્ડિયા અને પીએચડીસીસીઆઈના સંયુક્ત ઉપક્રમે આયોજન
રાજ્યભરમાં એમએસએમઈને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (ખજખઊત) વચ્ચે આર્થિક સુરક્ષા અને નિવૃત્તિ માટેની તૈયારીને પ્રોત્સાહિત કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટિ (ઙઊછઉઅ)એ પીડબલ્યુસી ઈન્ડિયા અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ઙઇંઉઈઈઈં)ના સહયોગથી 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટના ઈંઈઅઈં ભવન ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) પર એક માહિતીસભર વર્કશોપનું સફળ આયોજન કર્યું.
સી.એ. રાજ મારવાણિયા, અધ્યક્ષ, આઈ.સી.એ.આઈ. (રાજકોટ)એ મહેમાનો અને ઉપસ્થિતોને હાર્દિક આવકાર આપી કાર્યક્રમને સકારાત્મક અને ઉત્સાહભર્યું વાતાવરણ આપ્યું. પીએચડીસીસીઆઈના જયએ એમએસએમઈ-કોર્પોરેટ્સ અને વ્યક્તિગત સ્તરે આર્થિક આયોજનના મહત્ત્વ પર ભાર મૂક્યો. વર્કશોપ દરમિયાન મુખ્ય ભાષણ જયદીપ ફલદુ, ઈન્ડસ્ટ્રી ઓફિસર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ દ્વારા આપવામાં આવ્યું. તેમણે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની માહિતી આપી અને સામાજિક સુરક્ષા માટે એન.પી.એસ.માં રોકાણના મહત્ત્વ પર ભાર મૂક્યો.
આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રોના એમએસએમઈ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 50થી વધુ ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ નિષ્ણાતો, નાણાંકીય સંસ્થાઓ તથા પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ, જેમાં મુખ્ય બેન્કો અને પેન્શન ફંડ મેનેજર્સ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ એનપીએસના લાભો અને તેની અમલીકરણ વિશે વિશેષરૂપે એમએસએમઈ કર્મચારીઓ માટે જાગૃતિ લાવવાનું અસરકારક માધ્યમ સાબિત થયો.
નેશનલ પેન્શન સિસ્ટમમાં નોકરી અને સ્થળ બદલ્યા પછી પણ પોર્ટેબિલિટી, યોગદાનમાં લવચીકતા, નિયમિત અને સુરક્ષિત ફંડ મેનેજમેન્ટ દ્વારા સ્થિર સંપત્તિ નિર્માણ અને આકર્ષક કરલાભ જેવા અનેક ફાયદાઓ છે. આ તમામ વિશેષતાઓ એમએસએમઈ કર્મચારીઓને સન્માનપૂર્ણ અને આર્થિક રીતે સ્વતંત્ર નિવૃત્તિ જીવન માટે મજબૂત ભવિષ્યનિધિ બનાવવામાં મદદરૂપ થાય છે.
ખુશ્બુ શુક્લા એજીએમ પીએફઆરડીએએ ઉપસ્થિતોને સંબોધિત કરતાં જણાવ્યું કે એનપીએસ એક લવચીક, પોર્ટેબલ અને કરલાભપ્રદ નિવૃત્તિ બચત સાધન છે, જે ગતિશીલ અને વિવિધતાભર્યા એમએસએમઈ ક્ષેત્ર માટે અત્યંત યોગ્ય છે. તેમણે ગુજરાતમાં અનૌપચારિક ક્ષેત્રના કર્મચારીઓ સુધી પેન્શન કવરેજ વિસ્તૃત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો, જેથી સામાજિક સુરક્ષા મજબૂત બને અને કાર્યબળની સ્થિરતા વધે. સત્ર દરમિયાન એચડીએફસી પેન્શન મેનેજમેન્ટ કંપની લિમિટેડના આસિસ્ટન્સ સેલ્સ મેનેજર ઉજ્જવલસિંહ ઝાલાએ એનપીએસના વિવિધ ખાતા પ્રકારો, નોંધણી પ્રક્રિયા અને યુઝર અનુભવ અંગે પ્રાયોગિક પ્રદર્શન આપ્યું. વર્કશોપનો સમાપન પ્રશ્ર્નોત્તરી અને પ્રતિસાદ સત્ર સાથે થયો. ત્યાર બાદ આભારવિધિ અને હાઈ-ટીનું આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા ભાગ લેનારાઓ વચ્ચે નેટવર્કિંગને પ્રોત્સાહન મળ્યું.
ભાગ લેનારાએ એનપીએસ નોંધણી પ્રક્રિયા, ઙજ્ઞઙતની સહાયક ભૂમિકા અને પેન્શન યોજનાઓ અપનાવવાથી કર્મચારી સ્થિરતા અને સંસ્થા વિકાસ પર થતી સકારાત્મક અસર જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી. આ સહયોગનો હેતુ ગુજરાતના એમએસએમઈ પરિતંત્રમાં એનપીએસની પહોંચ વધારવાનો છે, જેથી આર્થિક સમાવેશ અને લાંબા ગાળાની નાણાકીય સુખાકારીને પ્રોત્સાહન મળે.
વર્કશોપના અંતે ઙઇંઉઈઈઈંએ એમએસએમઈ ઉદ્યોગ સાહસિકોને સંરચિત પેન્શન આયોજનને વ્યૂહાત્મક વ્યવસાયિક રોકાણ તરીકે અપનાવવામાં સહાય કરવાનો પોતાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આ વર્કશોપ ગુજરાતના એમએસએમઈ સમુદાયમાં પેન્શન જાગૃતિ અને નિવૃત્તિ માટેની તૈયારીની સંસ્કૃતિ વિકસાવવામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જે રાજ્યના કાર્યબળ માટે વધુ આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ર્ચિત કરે છે.



