રાજકોટમાં કોંગ્રેસ આપને દ્વાર અભિયાન, વોર્ડ નં. 2માં જનસંપર્ક
રાજકોટના આમ્રપાલી બ્રિજ રીપેરિંગ મુદ્દે કોંગ્રેસને જનસમર્થન મળી રહ્યું છે….
- Advertisement -
રાજકોટ શહેરમાં ઈંક્ષમશફક્ષ ગફશિંજ્ઞક્ષફહ ઈજ્ઞક્ષલયિતત દ્વારા આયોજિત કોંગ્રેસ આપને દ્વાર – જનતાની વેદના અભિયાન અંતર્ગત આજે વોર્ડ નં. 2 ના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ઘરઘર જઈ નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી અને જનતાની લાગણીઓ તથા પ્રશ્નોને નજીકથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
આ જનસંપર્ક અભિયાન દરમિયાન વોર્ડ નં. 2 ના નાગરિકોએ સ્થાનિક સ્તરના અનેક પ્રશ્ર્નો કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યા હતા. નાગરિકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આશાવાદી છે અને કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતું આ અભિયાન લોકોની વેદનાને યોગ્ય મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. લોકોએ ખુલ્લેઆમ ચર્ચા કરી પોતાની સમસ્યાઓ રજૂ કરી અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિશેષ નોંધનીય છે કે જનસંપર્ક દરમિયાન નાગરિકોએ આમ્રપાલી બ્રિજના રીપેરીંગ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધ કાર્યક્રમને યાદ કરીને કોંગ્રેસની કામગીરીની પ્રશંસા કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે બ્રિજનું રીપેરીંગ શક્ય બન્યું અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીમાંથી લોકોને રાહત મળી. આ કામગીરી બદલ વોર્ડ નં. 2 માં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા જનતાની વચ્ચે રહીને કામ કરતો પક્ષ રહ્યો છે. જનતાના પ્રશ્નોને સમજવી અને તેના ઉકેલ માટે પ્રયત્ન કરવો એ અમારી પરંપરા છે. આમ્રપાલી બ્રિજના રીપેરીંગ મુદ્દે મળેલી સફળતા એ સાબિત કરે છે કે કોંગ્રેસ જ્યારે જનહિતનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેનું પરિણામ જરૂર મળે છે. વોર્ડ નં. 2 ના નાગરિકોએ દર્શાવેલો વિશ્વાસ અમારા માટે પ્રેરણારૂપ છે. અમે લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરીશું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસનો ઉદ્દેશ માત્ર પ્રશ્નો સાંભળવાનો નથી, પરંતુ તેના ઉકેલ માટે સતત પ્રયત્ન કરવાનો છે. પક્ષ કાર્યાલય પર નાગરિકો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે અને જરૂર પડશે તો જનહિત માટે સંઘર્ષનો માર્ગ પણ અપનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 2 ના પ્રમુખ ભાવેશભાઈ વાઘેલા, સલિમભાઈ કરિયાણીયા, મયુરભાઈ શાહ, મનીષાબા વાળા, ડો. નયનાબા જાડેજા, મીનાબેન જાદવ, જીતુભાઈ ઠાકર, શૈલેષભાઈ મહેતા, અમિતભાઈ ઠાકર, બબીતા બેન ગઢિયા, જયંતીભાઈ હિરપરા, મુકેશભાઈ મકવાણા, પરેશ ગઢીયા, જાવેદભાઈ મેમણ, પ્રવિણભાઈ દેસાઈ, રજાકભાઈ અને જીગ્નેશસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં પણ વોર્ડ નં. 2 સહિત સમગ્ર શહેરમાં આ રીતે જનસંપર્ક અભિયાન ચાલુ રાખવામાં આવશે અને જનતાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયાસ કરવામાં આવશે.



