દરરોજ રાજ્યમાં દારૂ-જુગારના ત્રણ-ચાર ક્વોલિટી કેસ કરતી ટિમો અચાનક નિષ્ક્રિય
ઝાંબાઝ મહિલા અધિકારી ગગનદીપ ગંભીરને બનાવાયા છે જખઈના વડા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ સતત એક્ટિવ રહેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો લગભગ દરરોજ રાજ્યના કોઈને કોઈ ત્રણ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ત્રાટકી મોટા ક્વોલિટી કેસ કરવામાં માહિર સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ વડા નિર્લિપ્ત રાયની બદલી થતા જ અચાનક નિષ્ક્રિય થઇ ગઈ છે રોજિંદી કામગીરીમાં અચાનક બ્રેક મારી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે છેલ્લા એક સપ્તાહમાં એકપણ કેસ કરવામાં આવ્યા નથી જો કે હવે સ્ટેટ મોનીટરીંગ સેલનો હવાલો ઝાંબાઝ મહિલા અધિકારી અને રાજકોટના પૂર્વ એસપી એવા ગગનદીપ ગંભીરને સોંપવામાં આવ્યો છે તેઓ પણ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે ત્યારે તેઓ પોતાની કાર્ય પદ્ધતિ ગોઠવી ટીમને જરૂરી સૂચનાઓ આપી પછી ટિમ સક્રિય થાય તેવા સાંકેતી પ્રાપ્ત થઇ રહ્યા છે.
રાજ્યભરમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગની રાહ જોતા 37 આઇપીએસ અધિકારીઓની ગત ગુરુવારે બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યભરમાં દારૂ-જુગારના હાટડાઓ ઉપર રીતસરની ધોંસ બોલાવતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ વડા નિર્લિપ્ત રાયની બદલીનો પણ સમાવેશ થાય છે તેમને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણુંક આપવામાં આવી છે આ બદલી સાથે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ અચાનક નિષ્ક્રિય થઇ ગઈ હતી.
લગભગ દરરોજ રાજ્યમાં કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી ક્વોલિટી કેસ કરતી ટીમે કામગીરીમાં અચાનક જ બ્રેક મારી દીધી હોય તેમ છેલ્લો કેસ ગત શુક્રવારે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો કેસ નોંધાયો હતો તે પછી આજે છેક એક સપ્તાહ પછી અમદાવાદમાં એનડીપીએસનો કેસ નોંધવામાં આવ્યો છે.
અધિકારીઓની બદલી થાય તે તો રૂટિન પ્રક્રિયા છે પરંતુ સતત કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલની વિવિધ ટીમોએ પોતાની કામગીરી યથાવત જ રાખવાની હોય છે જો કે હવે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે કડક અધિકારીની છાપ ધરાવતા ગગનદીપ ગંભીરની નિમણુંક કરવામાં આવી છે તેઓ પણ પોતાની આગવી રીતે કામ કરતા માટે પ્રચલિત છે જેથી તેઓ હવે પોતાની કાર્ય પદ્ધતિથી વિવિધ ટીમોને વાકેફ કરી ફરી સક્રિય કરશે તે નિશ્ચિત છે.
રાજકોટ રેન્જમાં ફરી છછ સેલ એક્ટિવ થાય તો નવાઈ નહિ
- Advertisement -
રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થયા બાદ તેમણે પ્રથમ ગોંડલ, બાદ મોરબી, દ્વારકા સહિતના જિલ્લાની મુલાકાત લીધી હતી અગાઉ રાજકોટ રેન્જમાં આર આર સેલ સક્રિય હતી અને પાંચેય જિલ્લા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગરમાં દારૂ-જુગારના ગણનાપાત્ર કેસો આર આર સેલ દ્વારા કરવામાં આવતા હતા આર આર સેલની સક્રિયતાથી દારૂના ધંધાર્થીઓ અને જુગાર ક્લબના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો રાજ્યભરમાં દારૂ-જુગારનું દુષણ ડામવા માટે સક્રિય ભૂમિકા ભજવનાર નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં પણ આર આર સેલ એક્ટિવ કરી ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દે તો નવાઈ નહિ.



