ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમની ઉપસ્થિતિમાં મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી.મહનુભાવોએ મહિલા નેતૃત્વ પર પ્રવચન રજૂ કર્યુ.
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળ અધિકારી સી.જી.સોજીત્રાએ શાબ્દિક સ્વાગત તથા કાર્યક્રમની રુપરેખા રજૂ કરી હતી.
પંચાયત સદસ્ય કંચનબેન ડઢાણીયા, ધર્મિષ્ઠાબેન કમાણી તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમે તેમના ઉદ્દબોધનમાં મહિલા નેતૃત્વની વિગતો વણી લીધી. ખેતી, પશુપાલન, સામાજિક, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાદરીયા તથા ઇવનગર બાલિકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મદદનીશ કલેકટર ઐશ્વર્યા દુબે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાબેન સોમપુરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિરલ આહિર, નાયબ પશુપાલન અધિકારી પાનેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મહિલા અને બાળ કચેરી સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.