મૈત્રી કરાર કરનાર દિપક ગોહેલે કમિશનરને કરી અરજી
અરજીઓને બહાનું બનાવીને તોડ કરવાની પ્રથા રાજકોટ પોલીસમાં ક્યારે બંધ થશે?
- Advertisement -
મૈત્રીકરારનો એવો બદલો મળ્યો કે ભલભલાનું કાળજું કાંપી ઉઠે
…અને દિપક પર કોન્સ્ટેબલ કમલેશ, સોનલ અને રેખા બેરહેમીથી તૂટી પડ્યાં
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાની ત્રિપુટીએ મળી મૈત્રી કરારના એક બનાવમાં યુવતીના માતા-પિતા પાસેથી બે લાખ રૂપિયા લઈ યુવતીને યુવક પાસેથી છોડાવી આપવાનો હવાલો લીધો હતો જે અંગેનો વિસ્તૃત અહેવાલ ગતરોજ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગુંજન કણઝારીયા નામની યુવતી સાથે મૈત્રી કરારમાં રહેનારા યુવક દિપક ગોહેલનાં કહેવા મુજબ તા. 1 એપ્રિલ 2022નાં રોજ રોજ તેને અને તેની પ્રેમિકા ગુંજનને મહિલા પોલીસ સ્ટેશનમાંથી એક અરજીના સંદર્ભે નિવેદન લેવા બોલાવવામાં આવ્યા હતા જ્યાં તે અને ગુંજન પહોંચતા કમલેશ, સોનલ અને રેખાએ તેને મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં લઈ ગયા હતા અને બેફામ માર મારતા-મારતા અપશબ્દો બોલ્યા હતા.
- Advertisement -
દીપકનાં કહેવા મુજબ આ દરમિયાન કમલેશે પોતાની સાથે રહેલી સોનલ અને રેખાને કહ્યું હતું કે, જો..જો.. બે લાખ લીધા છે એટલે ગુંજનનું નામ ભૂલી જાય એવો કરી મૂકવાનો છે. આમ, દિપકની સામે જ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાએ પોતે બે લાખ રૂપિયાનો હવાલો લઈ દિપક અને ગુંજનને અલગ પાડવા તથા ગુંજનને તેના માતા-પિતાને સોંપવાનું કબલ્યુ હતું. ખાખીધારી કમલેશ, સોનલ અને રેખાએ દિપક ગોહેલ નામની વ્યક્તિને મહિલા સ્ટેશનની પાછળના ભાગમાં લઈ જઈ બારી પકડાવી મૂઢમાર માર માર્યો હતો અને બેફામ બોલ્યા હતાં. મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખાએ દિપકનાં ગુપ્તાંગ પર પણ અસહ્ય માર માર્યો હતો અને જાતિગત ટિપ્પણીઓ પણ કરી હતી.
મહિલા પોલીસનાં કમલેશ, સોનલ અને રેખાની બબંરતાનાં નિશાન હજુ સુધી હિરેન ગોહેલના ગુપ્તાંગથી લઈ આખા શરીર પર છે. કમલેશ, સોનલ અને રેખાની ક્રૂરતાથી હિરેન ગોહેલે હતપ્રભ થઈ દવા પણ પી લીધી હતી જોકે તે બચી ગયો હતો પરંતુ મહિલા પોલીસનો ત્રાસ ઓછો થયો ન હતો અને વધતો જ ગયો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાના ત્રાસ અંગે દિપક ગોહેલને જીવનું જોખમ જણાતા તેણે રાજકોટ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને આ મુજબ અરજી કરી છે: હું દિપક જે. ગોહેલ મારી સ્ત્રીમિત્ર ગુંજન કણજારીયા સાથે મૈત્રીકરારમાં રહેતાં હતાં. આ મૈત્રીકરાર તોડાવવા મહિલા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે રીતસર સુપારી લીધી હોય તેવું વર્તન અમારી સાથે થયું છે. આ સાથેની અરજીમાં એ બધી વિગતો સામેલ છે. સાહેબ, આજે મારા ભાઈ હિરેનના રસનાં ચિચોડે (સ્ટર્લીંગ હોસ્પિટલ નજીક)થી કમલેશભાઈ અને અન્ય સ્ટાફ જબરદસ્તીથી મને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. સદ્ભાગ્યે એ ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં ઘૂસી ગયો તેથી બચો ગયો. સાહેબ, મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે પ્રકારે અમારી વિરૂદ્ધ કામગીરી કરી રહ્યો છે તે જોતાં આવનારા દિવસોમાં અકસ્માતમાં, ફાયરિંગથી, મારથી કે અન્ય કોઈ પ્રકારે અમારૂં અપ્રાકૃતિક મોત થશે તો તેનાં માટે મહિલા પોલીસ સ્ટેશનનાં PI મકવાણા, કમલેશભાઈ, સોનલબેન, રેખાબેન વગેરે જવાબદાર હશે.
કોન્સ્ટેબલ કમલેશને P.I. બનાવી દો, P.I. મકવાણાનું કાંઈ ઉપજતું નથી
મૈત્રી કરારનાં બનાવના કિસ્સામાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખાએ કરેલા બે લાખના તોડ અંગેની પૂછપરછ કરવા અને સત્ય હકિકતનાં તપાસ અર્થે આજથી ત્રણ દિવસ પૂર્વે ખાસ-ખબર દ્વારા રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. મકવાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે એવું જણાવ્યું હતું કે, પોતે વિરાંજલી કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત છે, પછી ફોન કરશે. ત્યારબાદ આજ સુધી તેમનો ફોન આવ્યો નથી. આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, પી.આઈ. મકવાણા કોન્સ્ટેબલ કમલેશને બચાવવા માંગે છે અને મહિલા પોલીસ સ્ટેશને કરેલા બે લાખના તોડમાં તેમનો પણ ભાગ છે તેથી આ અંગે કશું કહેતા કે કરતા ડરે છે. એટલું જ નહીં પરંતુ સૂત્રો મુજબ મહિલા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. મકવાણા કરતા વધુ કોન્સ્ટેબલ કમલેશનું રાજ ચાલે છે. પી.આઈ. મકવાણાનું કશું ઉપજતું નથી એટલે કોન્સ્ટેબલ કમલેશ જ તમામ હવાલાઓ સંભાળી પી.આઈ. મકવાણાને તોડનો ભાગ આપી દે છે. લાગે છે કે,પી.આઈ. મકવાણા નામના જ પી.આઈ. છે.
ગમે તેવા CCTV મૂકો, પોલીસ તોડ-મારનો રસ્તો શોધી જ લે
પોલીસમથકોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેથી પોલીસમથકોમાં ગેરકાનૂની કૃત્યો ન બને તેમજ અણબનાવ કે અન્ય પ્રકારની ઘટના બને તો સીસીટીવી ફૂટેજ પરથી કસૂરવાર સામે આકરા પગલાં ભરી શકાય. એવું માનવામાં આવે છે કે, પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મૂક્યા બાદ પોલીસ અને પ્રજાના વર્તનમાં સુધારો આવ્યો છે પરંતુ હકીકતમાં એવું નથી. પોલીસ સ્ટેશનમાં ગમે તેવા સીસીટીવી કેમેરો મૂકવામાં આવે તો પણ પોલીસ તોડ-મારનો રસ્તો શોધી લે છે. હાલમાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખાએ દિપક ગોહેલ નામનાં એક નિર્દોષ યુવકને મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં જ્યાં સીસીટીવી નથી ત્યાં લઈ જઈ ઢોર માર માર્યો અને અપશબ્દો કહ્યા હતા, ગુંજન નામની એક નિર્દોષ યુવતીના માતા-પિતા પાસેથી પણ બે લાખનો તોડ કર્યો હતો. જો રાજકોટ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં દરવાજામાં દાખલ થતા રાખેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરશે તો તેમાં દિપક ગોહેલ અને ગુંજન કણજારીયાને કમલેશ, સોનલ અને રેખા મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં લઈ જતા જોવા મળશે.