મારી બહેનને ભત્રીજા સાથે નહિ મારાં બનેવીને પર સ્ત્રી સાથે અફેર હતું : મૃતક મહિલાનો ભાઈ
અગાઉ ઝઘડો થતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો : ભડાકા કરનાર સામે હત્યાની કલમનો થશે ઉમેરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આડા સંબંધની શંકાએ થયેલા ફાયરિંગમાં પતિએ આપઘાત કરી લીધા બાદ ગંભીર રીતે ઘવાયેલી પત્નીએ પણ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે પોલીસ હવે આ કેસમાં ભડાકા કરનાર સામે હત્યાની કલમનો ઉમેરો કરશે જો કે બનાવ બાદ મૃતક મહિલાના ભાઈએ કહ્યું હતું કે, મારી બહેનને ભત્રીજા સાથે આડા સંબંધ નહોતા પણ મારાં બનેવીને પર સ્ત્રી સાથે અફેર હતું.
- Advertisement -
મૂળ જેતપુરના અને હાલ રાજકોટના જીવરાજ પાર્કમાં રહેતા તેમજ લેબોરેટરીમાં નોકરી કરતા જયભાઈ મુકેશભાઈ રાઠોડ ઉ.32એ ગત શનિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈ પઢીયાર સામે બહેન તૃષા ઉપર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા મોટા બેન કાજલબેન નિકુંજભાઈ મહેતા સાથે રહું છું ત્રણ બહેન પૈકી મોટા બહેન તૃષાબેન લાલજીભાઈ પઢીયાર હતા ત્રણેય બહેનના લગ્ન થઇ ગયા છે આશરે દોઢેક મહીના પહેલા તુષાબેનને તથા મારા બનેવી લાલજીભાઈને મારી બહેનને અન્ય કોઇ વ્યક્તિ સાથેના અફેર હોવાની શંકાએ ઝઘડો થયો હતો. ત્યારથી મારી બેન તેની બહેનપણી પુજાબેન સાથે સમેત શિખર એપાર્ટમેન્ટ ખાતે રહેવા જતી રહી હતી બનેવી અવાર નવાર મને ફોન કરી તેના ઘરે બોલાવી મારી બેનને સમજાવવા કહેતા હતા ગત તા.14ના સાંજે બનેવીએ ફોન કરી બોલાવતા હું ત્યા ગયો હતો અને રાત્રીના 11 વાગ્યાની આસપાસ હું તથા મારો ભાણો ઓમ લાલજીભાઈ પઢીયાર બેન સાથે વાત કરવા પુજાબેનના ઘરે ગયા હતા જ્યા મેં મારી બહેનને સમજાવી હતી બાદ મારા બનેવી તથા મારી બેને એકબીજા સાથે વાતચીત કરી હતી પરંતુ સમાધાન ન થતા અમો ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા અને અમો ત્રણેય એક જ રૂમમાં સુઇ ગયા હતા.
બાદ વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ હું પાણી પીવા માટે જાગ્યો ત્યારે બનેવી પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા. જેથી મેં મારા બનેવીને પુછેલ કે, કેમ જાગો છો તો તેણે મને કહેલ કે, મને નિંદર આવતી નથી.
તુ સુઈ જા. જેથી હું પાણી પીને સુઇ ગયો હતો. સવારે નવેક વાગ્યાની આસપાસ ઓમના મોબાઇલમાં સતત રીંગ વાગતી હતી અને કોઇ દરવાજો ખખડાવતા હતા જેથી ઓમે દરવાજો ખોલેલ ત્યારે અમારા બનેવીના એપાર્ટમેન્ટમા રહેતા મીનાબેને ઓમને કહેલ કે, તમારા મમ્મી – પપ્પા સામેના એપાર્ટમેન્ટની નિચે માથાકુટ કરે છે. તમે લોકો નિચે આવો જેથી હું તથા ઓમ બંને સમેત શિખર એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા ત્યાં બનેવી પાર્કીંગમાં લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા. અને તેના માથામાંથી ખુબ લોહી વહી ગયું હતું બનેવીના પગ પાસે પોતાના પરવાનાવાળી પીસ્ટલ પડી હતી હાજર લોકોને પુછતા મને જાણવા મળેલ કે, થોડી વાર પહેલા બનેવીએ પીસ્ટલથી મારી બેન ઉપર ફાયરીંગ કરતા મારી બહેન ઇજા થઇ હતી બાદ બનેવીએ પોતે પોતાની જાતે પીસ્ટલથી માથામાં ગોળી મારતા માથામાં ઇજા થઇ હોય જેથી કોઈએ 108 બોલાવતા 108ના સ્ટાફે બનેવીને મૃત જાહેર કર્યા હતા જયારે મારી બેનને બેભાન હાલતમાં સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ગઈકાલે ફરી તૃષાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ચાલુ સારવારમાં આજે વહેલી સવારે 4 વાગ્યાં આસપાસ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસ હવે હત્યાની કલમનો ઉમેરો કરશે.



