જૈનવિઝન દ્વારા જૈન કુકિંગ કોમ્પિટીશનમાં બહેનોએ મિલેટ તેમજ વિગન વાનગીઓ બનાવી; જૈન વિઝન મહિલા વીંગનો જૈન ફૂડથી લોકોને પરિચિત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
જૈન વાનગીઓ હવે ઘણી લોકપ્રિય બની ગઈ છે. ડુંગળી બટેટા લસણ સહિત કંદમૂળ વગરની વાનગીઓ તમને વિદેશમાં પણ મળી રહે છે. અન્ય ધર્મના કંદમૂળ નહીં ખાતા લોકો પણ હોટલમાં જાય ત્યારે જૈન વાનગીનો ઓર્ડર આપતા હોય છે ઘણા લોકો વિચારે કે જૈન વાનગી કઈ રીતે બનાવી શકાય ડુંગળી લસણ બટેટા વગર વાનગીના સ્વાદ શક્ય બને ખરો? તેનો જવાબ છે હા જૈનો એક પણ કંદમૂળ વગર કાઠીયાવાડી થી લઈને કોન્ટીનેન્ટલ સુધીની વાનગી બનાવે છે. બટેટાની જગ્યાએ કાચા કેળા પંજાબી ગ્રેવીમાં સીંગદાણા કાજુ નો ભૂકો આ ઉપરાંત ચીઝની જગ્યાએ મલાઈ તેમજ કોબીનો પણ ઉપયોગ કરતા હોય છે આજની યુવા પેઢી પછી જૈન ભોજન પ્રત્યે આકર્ષાય તેમજ જૈન વાનગી વિશે લોકોને અવગત કરાવવા જૈન વિઝન દ્વારા પ્રભુ શ્રી મહાવીર જન્મ કલ્યાણક અવસરે જૈન વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સૌથી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને એક થી એક ચડે એવી જૈન વાનગી બનાવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ,મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.વાનગીમાં ભાગ લેનાર બહેનોનો ઉત્સાહ વધારવા શ્રી સી એમ શેઠ, શ્રી ઇલાબેન પ્રવિણભાઈ કોઠારી, શ્રી દીપાબેન જયેશભાઈ શાહ, પ્રિતીબેન સુનિલભાઈ શાહ, ભાજપ મહિલાઅગ્રણી કાશમીરાબેન નથવાણી, પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, જૈન મહિલા અગ્રણી વીણાબેન શેઠ, સુલોચનાબેન ગાંધી, 89.6 રળ ના મેઘનાબેન મહેતા,સહકારી અગ્રણી દિપકભાઈ પટેલ, સંજયભાઈ મહેતા, રાજીભાઈ ઘેલાણી, નીતિનભાઈ મહેતા, સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ત્રણ કેટેગરીમાં મીલેટમાંથી બનતી જૈન વાનગી, વિગના એટલે કે દૂધ, દહીં, ઘી, છાશના ઉપયોગ વગરની જૈન વાનગી તેમજ કશું જ પકાવ્યા વગર ફ્રુટમાંથી બનતી જૈન વાનગી બનાવવામાં આવી હતી.
બહેનોએ એક એક થી ચડે તેવી વાનગીઓ બનાવી હતી.વાનગીમાં કંદમૂળનો ઉપયોગ બિલકુલ કરવામાં આવ્યો નહોતો અને વાનગીમાં સૂપથી લઇને ડેઝર્ટ સુધીની વાનગીઓ બનાવવામાં આવી હતી. જજ તરીકે જાણીતા શેફ હિનાબેન ગૌતમે સેવા આપી હતી.વિજેતાઓને ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા.આ તકે જૈન અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા અમીષાબેન દેસાઈ, જલ્પાબેન પતીરા, નીતાબેન કામદાર , બીનાબેન સંઘવી,બીનાબેન શાહ,પ્રીતિ બેન અજમેરા, વંદનાબેન ગોસલીયા, મનીષાબેન શેઠ, હીનાબેન દોશી,ઉષાબેન પારેખ, બિનલબેન ગાંધી, જયશ્રીબેન દોમડીયા, અંકિતાબેન મહેતા,ભાવિકાબેન શાહ, દિપાલીબેન વોરા,વગેરે એ જહેમત ઉઠાવી હતી.