અમૂલનું વેચાણ 15 દિવસમાં જ ત્રણ ગણુ વધી ગયું : ગોલા, ઠંડાપીણા સહિત ઠંડક આપતી ચીજોનું વેચાણ વધ્યું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આકરા ઉનાળાનું વ્હેલુ આગમન થઇ ગયું છે ત્યારે આઈસ્ક્રીમ, ગોલા સહિત ઠંડક આપતી ખાદ્યચીજોના વેચાણમાં એકાએક તડાકો શરુ થઇ ગયો છે. આઈસ્ક્રીમનું વેચાણ કોવિડ અગાઉના સ્તરે પહોંચી ગયું છે. હજુ માર્ચ મહિનો અર્ધો પહોંચ્યોછે. વેચાણ વૃધ્ધિનો વર્તમાન દોર યથાવત રહેવાના સંજોગોમાં ભુતકાળના તમામ રેકોર્ડ તૂટી શકે છે. છેલ્લા બે વર્ષ કોરોનાકાળના હતા. લોકડાઉન તથા સંક્રમણના ભયને કારણે લોકો આઈસ્ક્રીમ ખાવામાં ખચકાટ રાખતા હતા. વેચાણ 85 ટકા ઘટી ગયું હતું. હવે લોકો ફરી આઈસ્ક્રીમનો સ્વાદ માણવા લાગ્યા હોય તેમ વેચાણમાં તડાકો છે. અમુલના આઈસ્ક્રીમ વેચાણમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થઇ ગયો હોવાનું મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું.
- Advertisement -
તેઓએ કહ્યું કે છેલ્લા બે વર્ષના વેચાણના આંકડા ગણતરીમાં લઇ શકાય તેમ પણ ન હતા. 4000 કરોડનાં આઈસ્ક્રીમ માર્કેટમાં અમુલનો હિસ્સો 41 ટકા છે. કોરોનાકાળમાં ઘરમાં આઈસ્ક્રીમ ખવાતો હવેપ રંતુ બહારનું વેચાણ ઠપ્પ જેવું હતું.2021માં નિયંત્રણોની અસર હતી. હવે નાઈટ કરફયૂ સહિતના નિયંત્રણો ઉઠી જવા સાથે વેચાણમાં મોટો વધારો થઇ ગયો છે. બે વર્ષથી કંપનીઓની ખોટ ઘણાઅંશે સરભર થઇ જવાનો આશાવાદ છે. આઈસ્ક્રીમ ઉપરાંત ગોલા, શેરડીનો રસ, ઠંડા પીણા સહિતની ઠંડક આપતી ચીજોના વેચાણમાં મોટી વૃધ્ધિ છે.