સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે, જ્યાં એવું માનવામાં આવે છે કે વીરપુરની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામ જલાબાપાની ઝૂંપડીએ આવ્યા હતા ત્યારથી હજારો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે, પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રવાસે આવતા લોકસાહિત્યકાર નરેશભાઈ આહિર આજે વીરપુર આવી પહોંચ્યા હતા. છેલ્લા અગિયાર વર્ષથી સાયકલ લઈને વીરપુર તેમજ સૌરાષ્ટ્ર ક્ચ્છના પ્રવાસે આવતા નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કઇ ને કઈ ધ્યેય અને સંદેશા સાથે આવે છે.
ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક યુવાનોને વ્યસનમુક્તિ માટે તેમજ ધર્મના સંદેશ માટે પરંતુ આ વર્ષે દેશના ગૌરવસમા અને હિન્દૂ સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સંદેશો લઈને પોતાના ગામ નવસારીના એન્જલ ગામથી રાજપરા, ભાવનગર, રોહિશાળા, બગદાણા, સારંગપુર, ઘેલા સોમનાથ સહિત વીરપુરથી ક્ચ્છ 1700 કિમી જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને જે ભુમી પર ભગવાન શ્રી રામ પધાર્યા હતા.