એક રિપોર્ટ અનુસાર, GST નાબૂદ થયા બાદ સ્વાસ્થ્ય વીમા યોજનાઓની માંગમાં 38 ટકાનો વધારો થયો છે. લોકો હવે એવી યોજનાઓ પસંદ કરી રહ્યા છે જે પહેલા કરતાં વધુ સુરક્ષા પ્રદાન કરે છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ ડિમાન્ડ
- Advertisement -
સરકારના તાજેતરના GST સુધારાની સકારાત્મક અસર હવે વીમા ક્ષેત્રમાં જોવા મળી રહી છે. જે રીતે રિયલ એસ્ટેટ, ઓટો અને MSME સેક્ટરને રાહત મળી છે તેવી જ રીતે વીમા ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થયો છે. સ્વાસ્થ્ય વીમા પર GST નાબૂદ કર્યા બાદ, વીમા યોજનાઓ પ્રત્યે ઉપભોક્તાનો રસ ઝડપથી વધ્યો છે.
રિપોર્ટ અનુસાર જીએસટી હટાવ્યા બાદ લોકો હવે વધુ કવરેજ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાનું પસંદ કરી રહ્યાં છે. અગાઉ જ્યાં સરેરાશ વીમા કવરેજ 13 લાખ હતું, તે હવે વધીને 18 લાખ થઈ ગયું છે. એટલે કે, ગ્રાહકો હવે ન્યૂનતમ સુરક્ષાને બદલે સંપૂર્ણ નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. જીએસટી શૂન્ય થયા પછી, લોકો હવે પહેલાથી અસ્તિત્વમાં રહેલાં રોગો અને ગંભીર બીમારીઓ માટે પહેલાં દિવસથી જ એડ-ઓન કવરેજની પસંદગી કરી રહ્યાં છે. આ બતાવે છે કે ખરીદદારો હવે એવા પેકેજ તરફ ઝુકાવ બતાવી રહ્યાં છે જે ફક્ત મૂળભૂત આરોગ્ય યોજના જ નહીં, સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
વીમા કવરેજમાં વધારો
- Advertisement -
અહેવાલ મુજબ, સરેરાશ આરોગ્ય વીમા કવરેજ અગાઉ ₹13 લાખ સુધી મર્યાદિત હતું, પરંતુ હવે વધીને લગભગ ₹18 લાખ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકો હવે માત્ર મૂળભૂત કવરેજ નહીં પણ વ્યાપક નાણાકીય કવરેજ પસંદ કરી રહ્યા છે. હેલ્થકેરના વધતા ખર્ચ અને હોસ્પિટલના વધતા ખર્ચને જોતાં, લોકો લાંબા ગાળાની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
15-25 લાખ કવરેજ સાથેની યોજનાઓનો હિસ્સો ટિઅર-2 શહેરોના લોકોમાં 44.1 ટકાથી વધીને 48.6 ટકા થયો છે. તે જ સમયે, 10 લાખથી ઓછા કવરેજ સાથેની યોજનાઓનો હિસ્સો ઘટીને 16.8 ટકા થયો છે. 61 થી 75 વર્ષ કે તેથી વધુ વયનાં લોકોમાં ઉચ્ચ કવરેજ યોજનાઓની માંગમાં 11.54 ટકાનો વધારો થયો છે.
નવો નિયમ 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવ્યો હતો
કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2025થી આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરનો GST સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. વીમા યોજનાઓને સામાન્ય ગ્રાહકો માટે સુલભ અને સસ્તી બનાવવા માટે દર તર્કસંગતીકરણની પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લોકોને તેમનાં વીમા પ્રીમિયમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
આ યોજનાઓ વધુ લોકપ્રિય બની રહી
જીએસટી મુક્તિ બાદ 45 ટકા ગ્રાહકો હવે 15 થી 25 લાખનાં કવરેજવાળા પ્લાનની પસંદગી કરી રહ્યાં છે. લગભગ 24 ટકા લોકો 10-15 લાખ રૂપિયાની મર્યાદાવાળા પ્લાનની પસંદગી કરી રહ્યાં છે, જ્યારે ફક્ત 18 ટકા ગ્રાહકો 10 લાખ રૂપિયાથી ઓછા કવરેજવાળા વિકલ્પો પસંદ કરી રહ્યાં છે.




