છેલ્લા 24 કલાકમાં દેશમાં 39 લોકોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટીનો રેટ વધીને 4.16 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટીનો રેટ 3.72 ટકા છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. ગુરુવારે ભારતમાં 18 હજારથી વધુ નવા દર્દીઓ મળી આવ્યાં છે. જ્યારે 39 દર્દીઓના મોત થયા છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસના આંકડા ચોંકવનારા આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,819 નવા કેસો મળી આવ્યા છે.
#COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours.
Active cases 1,04,555
Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr
- Advertisement -
— ANI (@ANI) June 30, 2022
સૌથી વધુ કેસવાળા પાંચ રાજ્યોમાં કેરળ પહેલા નંબર પર
સૌથી વધુ કેસવાળા પાંચ રાજ્યોમાં કેરળ 4,459 નવા કેસો સાથે પહેલા નંબર પર છે. તે મહારાષ્ટ્રમાં 3,957, કર્ણાટક 1,945, તમિલનાડુમાં 1,827 અને પશ્ચિમ બંગાળમાં 1,424 કેસો નધોયા છે. આ પાંચ રાજ્યોમાં કુલ નવા કેસમાં 72.34 ટકા છે. નવા કેસોમાંથી 23.69 ટકા કેસોતો માત્ર કેરળમાંથી જ નોંધાયા છે.
કોરોના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 39 લોકોએ જીવ ગુમાવ્યો
દેશમાં અત્યાર સુધી પાંચ લાખથી વધુ 5,25,116 લોકોના કોરોનાને લઈને મોત નીપજ્યાં છે.બીજી બાજુ ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13,827 દર્દીઓએ કોરોનાને મહાત આપીને સ્વસ્થય થઈ ઘરે પરત ફર્યા છે. જેને લઈને દેશભરમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,28,22,493 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાના 10.4 લાખ એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના નવા દર્દીઓના આગમન બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને એક લાખથી વધુ થઈ ગઈ છે. દેશમાં હાલ કોરોનાના 1,04,555 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસેમાં 4,953નો વધારો થયો છે. બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,17,217 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,52,430 લોકોનું સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યું છે.