ઉધયનિધિએ કહ્યું કે તેમણે કંઈ ખોટું નથી કહ્યું મેં જે કહ્યું તે સાચું હતું અને હું કાયદાકીય પરિણામોનો સામનો કરવા તૈયાર છું
તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનને લઈ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. તેમણે ફરી એકવાર સનાતન ધર્મનો વિરોધ કરવો જોઈએ તેવા વલણને લઈ ફરી વિવાદ વકર્યો છે. INDIA ગઠબંધનની પાર્ટી ડીએમકેના નેતા સ્ટાલિનના અગાઉના નિવેદનો પર પહેલાથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તેમના આ નિવેદનથી વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. જે બાદ ભારે વિવાદ થયો હતો.
- Advertisement -
હાઈકોર્ટેની ફટકાર
મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ અને રમતગમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપેલા નિવેદનો પર મદ્રાસ હાઈકોર્ટે નિષ્ક્રિયતા બદલ તમિલનાડુ પોલીસ ફટકાર લગાવી હતી. ફરીએકવાર ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મનો વિરોધ કરવાની વાત કરી છે. તમિલનાડુ પોલીસને ઠપકો આપતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને વિભાજનકારી વિચારોને પ્રોત્સાહન આપવાનો કે કોઈ વિચારધારાને ખતમ કરવાનો અધિકાર નથી.
‘સનાતન ધર્મનો મુદ્દો સેંકડો વર્ષ જૂનો’
ઉધયનિધિએ કહ્યું કે, અમે ઘણા વર્ષોથી સનાતન વિશે વાત કરી રહ્યા છીએ. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEETએ તાજેતરનો મુદ્દો છે. સનાતન ધર્મનો મુદ્દો સેંકડો વર્ષ જૂનો છે. અમે હંમેશા આનો વિરોધ કરીશું. ઉધયનિધિએ કહ્યું કે, તેમણે કંઈ ખોટું નથી કહ્યું. મેં જે કહ્યું તે સાચું હતું અને હું કાયદાકીય પરિણામોનો સામનો કરવા તૈયાર છું પરંતુ હું મારું નિવેદન બદલીશ નહીં.
‘કોરોના, ડેન્ગ્યુ અને મચ્છરોનો વિરોધ…’
ડીએમકે નેતાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, સનાતન નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે. જે સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે અમે કોરોના, ડેન્ગ્યુ અને મચ્છરોનો વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે અને એ જ રીતે સનાતનને પણ ખતમ કરવું પડશે. જો કે, આ નિવેદનથી શું અસર થશે તે તો આવનાર સમય જ બતાવશે