પાટનગર દિલ્હીમાં પ્રદુષણ કાબુમાં આવવાના બદલે સતત વધી રહ્યું છે. લોકો ઝેરી હવામા શ્ર્વાસ લઈ રહ્યા છે. એક જ દિવસમાં ઝેરી વાયુમાં ત્રણ ગણો વધારો થયો હોય તેમ દિલ્હીવાસીઓને નોર્મલ કરતા 16 ગણા ઝેર વાયુમાં શ્વાસ લેવાનો વખત આવ્યો હતો. ગઈકાલે આ પ્રમાણે નોર્મલ કરતા પાંચ ગણુ હતું.
દિલ્હીમાં હવામાં પ્રદુષણ કણ પીએમ 2.50 નું સ્તર 243 માઈક્રોગ્રામ હતું. વિશ્વ આરોગ્ય સંગઠનોની મર્યાદા કરતા 16 ગણુ વધારે હતું. હવામાં આટલી માત્રામાં પ્રદુષણથી આંખમાં બળતરા, શ્ર્વાસ લેવામાં તકલીફ, નાક-ગળામાં ખારાસ જેવી સમસ્યા થતી હોય છે.
- Advertisement -
Delhi chokes as 'severe' air quality persists, truck entry restricted
Read @ANI Story | https://t.co/le2yxOo9ay#Delhi #AirQualityIndex #AirQuality pic.twitter.com/XhTDScqY6M
— ANI Digital (@ani_digital) November 7, 2023
- Advertisement -
વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડ પ્રમાણે પીએમ 2.5 નું સ્તર 15 માઈક્રોગ્રામથી વધુ ન હોવુ જોઈએ. પ્રમાણ વધી જવાનો અર્થ હવા પ્રદુષિત હોવાનો થાય છે. આ માપદંડના ધોરણે દિલ્હીની હવા ચકાસવામાં આવે તો 16 ગણી પ્રદુષિત છે.
જોકે ભારતનાં માપદંડ અલગ છે.પીએમ 2.1 ના સ્તરમાં 60 માઈક્રોગ્રામ હવાને શુદ્ધ ગણવામાં આવે છે અને તે દ્રષ્ટિએ હવા ચાર ગણી ઝેરી છે. આવતા ત્રણ દિવસ સુધી આ ખતરનાક સ્થિતિમાંથી રાહત મળવાની સંભાવના નથી. લોકો પણ ઝેરી હવાથી બચવા માટે માસ્ક પહેરવા લાગ્યા છે.
#WATCH | The Delhi air quality continues to remain in the 'severe' category as per the Central Pollution Control Board.
(Visuals from Nehru Park, shot at 7:30 a.m.) pic.twitter.com/e4PsJnZq24
— ANI (@ANI) November 7, 2023
દિલ્હીમાં ખતરનાક પ્રદુષણ વચ્ચે બાંગ્લાદેશ-શ્રીલંકાનો વર્લ્ડકપ મુકાબલો યોજયો હતો મેચ પૂર્વે પ્રેકટીસ, દરમ્યાન ખેલાડીઓ પ્રદુષણથી બચવા માસ્ક પહેરીને મેદાને આવ્યા છે.