સામાજિક કાર્યકર્તા સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલને થયો કડવો અનુભવ
રાજકોટના માધાપર ચોક ખાતે આવેલું બિલ્ડિંગ સીલ કરવા કમિશનરે ઓર્ડર કર્યો હોવા છતાં ઝઙઘ હેતલબેન શા માટે સીલિંગની કાર્યવાહી કરતાં નથી?
- Advertisement -
ઝઙઘ સોરઠિયાએ કહ્યું, ‘મારી ફરિયાદ જ્યાં કરવી હોય ત્યાં કરો, ગાંધીનગરમાં કરો તો પણ વાંધો નથી!’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના માધાપર ચોકડી પાસે કોર્નર પર ખડકી દેવામાં આવેલું 12 માળનું નેક્સસ બિલ્ડિંગ સંપૂર્ણપણે ગેરકાયદે હોવાનું હવે સ્પષ્ટ થઈ ગયું છે. ગત તા. 14/05/2025ના રોજ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સેન્ટ્રલ ઝોન સિટી એન્જી.ને પત્ર લખી જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં માધાપર ચોકડી પાસે આવેલ બિલ્ડીંગ ‘ક્રિસ્ટલ નેક્સસ’ના માલિક દ્વારા ભોગવટા પરવાનગી અંગેનું પ્રમાણપત્ર (ઇઞઈ) અત્રેની કચેરીએથી મેળવેલ નથી. સંદર્ભિત ફાઈલ પરના કમિશનરના હુકમ અન્વયે ભોગવટા પરવાનગી મેળવ્યા વિના બિલ્ડીંગના વપરાશી એકમોનો વાણીજ્ય હેતુ અર્થેનો અનઅધિકૃત ઉપયોગ શરૂ કરેલ હોય, જે વપરાશી એકમોને આપના સ્તરેથી સીલ કરવા સત્વરે ઘટિત કાર્યવાહી કરશો. આમ છતાં આજ દિન સુધી નેક્સસ બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યું નથી તેથી જાગૃત નાગરિક સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલ દ્વારા આ પાછળનું કારણ જાણવા ટીપીઓ હેતલબેન સોરઠીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે આ કિસ્સામાં ચોંકાવનારી બાબત એવી સામે એવી છે કે, હેતલબેન સોરઠીયા નેક્સસ બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામને ભેદી કારણોસર છાવરી રહ્યા છે. આ અંગે છેક કમિશનર સુધી અને હવે ગાંધીનગર પણ ફરિયાદ થવાની છે.
પ્રાપ્ત વિગત મુજબ સેન્ટ્રલ ઝોન મનપાના ટીપીઓ હેતલ સોરઠીયા દ્વારા વારંવાર ગેરવર્તન કરતા હોય તેઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવા બાબત એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, અમો સંજયભાઈ લાખાણી ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ તથા ઝોનલ પ્રવક્તા પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કૃષ્ણદતભાઈ રાવલ મહામંત્રી રાજકોટ શહેર કોંગ્રેસ તથા પ્રવક્તા ઝોનલ પ્રદેશ કોંગ્રેસ સમિતિની લેખિત ફરિયાદ તથા તેમની સામે ડીસીપ્લીનરી એકશન લેવા માટે કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. તા. 21-11-2025ના રોજ અમે તેમને મળવા તેમની આરએમસીની ઓફીસમાં ગયેલા. તેમની પાસે રાજકોટ માધાપર આવેલ નેક્સસ કોમ. કોમ્પલેક્ષની ગેરકાયદે બાંધકામ વિશેની અમારી ફરિયાદ તથા તે બાબતે કમિશનર દ્વારા લેખિત આદેશ આપવામાં આવેલ કે નેક્સસ બિલ્ડીંગની ફરિયાદ આધારે તેની સામે બિલ્ડીંગને સીલ મારવાની લેખિત સૂચના ઘણા સમય પહેલા આપી હોવા છતાં હેતલબેન કોઈ કાર્યવાહી નહીં કરીને માત્ર સમય પસાર કરતાં હોય તે બાબતે પૂછતા હવે કેટલો સમય લાગશે, તો અગાઉ પણ આ બાબતે રાજકીય આગેવાનો સાથે અધિકારીને ના શોભે તેવું મિસબિહેવ કરવામાં આવેલું ત્યારે પણ મ્યુ. કમિશનરને મૌખિક ફરિયાદ કરેલી તેનો ખાર રાખીને બીજીવાર મળવાની બાબતે સમય માંગતા ઉશ્કેરાઈને તોછડાઈપૂર્વક કહેવા લાગ્યા, હું તમને સમય નહીં આપું, તમારે મારી ફરિયાદ જયાં કરવી હોય ત્યાં કરો ગાંધીનગરમાં પણ કરો તો મને કોઈ ફરક નથી પડતો.
- Advertisement -
મારી ફરિયાદ કમિશનરને કરો કે ગાંધીનગરમાં કે શહેરી વિકાસમાં કરો. અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં પોતાની ઓફીસની બહાર નીકળીને રૂડામાં જવું છે તેમ કહી બહાર જતાં રહ્યા. તેમનો સમય માંગતા તે ઉશ્કેરાઈને અમારી સાથે ખરાબ ઉદ્ધતાઈપૂર્વક તોછડાઈથી ઉંચા અવાજે બોલવા માંડતા કહેલું કે, તમને તમારા વિભાગ દ્વારા સોંપવામાં આવેલી નેક્સસ બિલ્ડીંગની સિલિંગ કાર્યવાહી જલદી કરો તેવી વાત કરતાં ઉશ્કેરાઈને બોલતા તેમની અધિકારીની ગરિમા ન જાળવીને ખરાબ વર્તન વારંવાર અમારી સાથે કરે છે. આટલી તોછડાઈ કરવા માટે સમય વાપરે છે તેના થોડા ઓછા સમયમાં સિલિંગ માટેની કામગીરીમાં નહીં લાગે જે વિભાગના વડાઓ દ્વારા તેમને સોંપવામાં આવી હોય તેમ છતાં નેક્સસ બિલ્ડીંગનાં માલિકોને આડકતરી રીતે મદદ કરતાં હોઈ કામગીરી નહીં કરીને તેમ જણાય છે.
આ બાબતે ફરિયાદને ગંભીરતાથી લઈને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા તથા નેક્સસ બિલ્ડીંગની સિલિંગની કાર્યવાહી ત્વરીત રાહે કરવામાં આવે તેવી માંગણી જાગૃત નાગરિક સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ દ્વારા કરવામાં આવી છે.



