કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી કામગીરીની આખા વિશ્ર્વએ નોંધ લીધી છે: ધનસુખ ભંડેરી
ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના વોર્ડ નં. 7ના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોના અવિરત કામો કરવામાં આવ્યા છે. કોરોનાની વેક્સીન આપવાનું કામ જ્યારે દુનિયામાં ન્હોતુ ત્યારે 232 કરોડ ડોઝ મફત ભારતવાસીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે આપ્યા છે. અત્યારે બીજી પાર્ટીઓ સવાર-સાંજ બસ વાયદાઓ આપે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કામ કરી બતાવ્યા છે. કોરોનાના કપરા કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આશરે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે અને હજુ શરુ છે. આશરે 80 કરોડ બહેનોને મફત ગેસ, 10 કરોડ મહિલાઓને મફત શૌચાલય આપ્યા છે.
- Advertisement -
આવા અનેક કામ ભાજપ દ્વારા લોકો માટે કરવામાં આવ્યા છે ત્યારે આપણે સૌ લોકોએ 1 ડીસેમ્બરના રોજ ભાજપ તરફી મતદાન કરીને વિકાસના આ અવિરત કામોને વેગ આપવો જોઇએ.
આ વિધાનસભા-70ના ઉમેદવાર શ્રી રમેશભાઈ ટીલાળાએ સ્ટેજ પર હાજર સર્વે કાર્યકર્તાઓનો આભાર માન્યો ત્યારબાદ લોકોને સંબોધતા કહ્યું-હું ખેડૂત પુત્ર છું, ઉદ્યોગપતિ છું, નાનપણથી લઇ આજ સુધી જમીન ઉપર રહેનારો માણસ હોવાથી વિકાસના પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવા ખાતરી આપું છું.
આગામી 1 ડીસેમ્બરે મતદાન કરીને ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતી અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કશ્યપભાઈ શુક્લ, વોર્ડ પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનિલભાઈ લીંબડ, બક્ષીપંચ મોરચા મહામંત્રી ઉમેશભાઈ (જે.પી.) ઉપપ્રમુખ સંદીપભાઈ ડોડીયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, સુખાભાઈ બારૈયા, માવજીભાઈ ડોડીયા, નટુભાઈ ચાવડા, વિશ્વ હન્દુ પરિષદ પૂર્વ પ્રમુખ ચમનભાઈ સિંધવ, મોરચાના પ્રમુખ હોદેદારો રાજુભાઈ ચાવડા, આનંદભાઈ વાળા, દિનેશભાઈ સોલંકી, અગ્રણીઓ નવીનભાઈ કાનગડ, ચમનભાઈ લોઢીયા, ધીરુભાઈ ડોડીયા, મનુભાઇ, જયેશભાઈ વ્યાસ, જીતુભાઈ દેસાઈ, મનસુખભાઈ ધંધુકીયા, વિજયભાઈ સોની, અરવિંદભાઈ પાટડીયા, કિરીટભાઈ પાંધી, જયેન્દ્રભાઈ મહેતા, રમેશભાઈ પંડયા, અતુલભાઇ, વગેરે અગ્રણી હાજર રહ્યા હતા તેમજ વોર્ડના બુથવાલી, સહ ઇન્ચાર્જ સથે મહિલા મોરચાના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.