આજ મૈં હિમ્મત કરકે કૉંગ્રેસ કે પદ ઔર પાર્ટી કી સદસ્યતા સે ઈસ્તિફા દેતા હૂં – હાર્દિક પટેલ
અગાઉ હાર્દિકે ભાજપનાં 370 કલમ નાબૂદી, ઈઅઅ, રામમંદિર સહિતના નિર્ણયોનાં વખાણ કર્યા હતા
- Advertisement -
ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા, હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી
ખાસ-ખબર સંવાદદાતા
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. છેલ્લાં ઘણાં સમયથી તે કૉંગ્રેસથી નારાજ હોવાનું જણાઈ રહ્યું હતું. હાર્દિકે ટ્વીટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. હાર્દિકની કૉંગ્રેસ છોડવાની વાત વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઇઉંઙ4ૠીષફફિનિાં કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી. ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કૉંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.
ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો
હાર્દિક પટેલએ આજે આખરે કૉંગ્રેસ પાર્ટીમાં થઈ રાજીનામું આપી દિધુ છએ. ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કૉંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો છે. કૉંગ્રેસને રાજીનામું આપતા હાર્દિક પટેલએ કોગ્રેંસની પાર્ટી પર પોતનો રોષ ઠાલ્વ્યો છે. હાર્દિક છેલ્લા કેટલાક દિવસથી કૉંગ્રેસનાં નેતાઓથી નારાજ હતો અને તેમની પાર્ટી છોડવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. કૉંગ્રેસ છોડતા સમયે હાર્દિક પટેલએ ટ્વિટ કર્યુ કે, આજે હું હિમ્મ્ત કરીને કેંગ્રેસ પાર્ટીનું પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સાથે રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા સાથી કાર્યકરો અને ગુજરાતની પ્રજા આ નિર્ણયનું સ્વાગત કરશે, હું માનુ છું કે મારા આ નિર્ણય પછી હું ભવિષ્યને લઇને સાચે જ સકારાત્મક રૂપે કાર્ય કરી શકિશ. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને ગુજરાતના કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
શું હાર્દિક હવે વેપારી બની ગયા?
હાર્દિકના કૉંગ્રેસમાંથી રાજીનામા બાદ એક જૂનું ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે, જેમાં હાર્દિકે એવું લખ્યું હતું કે, હાર-જીતમાં માનવાવાળા વેપારી હોય છે. વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મૃત્યુ સુધી કૉંગ્રેસમાં રહીશ.
ગુજરાતનાં મોટાં નેતાઓ પ્રજાનાં પ્રશ્નોથી દૂર રહે છે: હાર્દિકની ફરિયાદ
હાર્દિક પટેલે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં 3 વર્ષથી મેં જોયું છે કે, કૉંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે. દેશની જનતાને એવા વિકલ્પની જરૂૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. હાર્દિક પટેલે ફરિયાદના સૂરમાં લખ્યું છે કે, અમારા જેવા નાના કાર્યકરો દરરોજ પોતાના ખર્ચે 500-600 કિમીનો પ્રવાસ કરે છે ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે.