જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ નુકસાની
ખુલ્લા ખેતરમાં પડેલાં મગફળીના પથરા પલળી જતાં નુકસાની સર્વે કરી વળતર આપવાની માંગ
- Advertisement -
છેલ્લાં બે દિવસમાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેતી પાકમાં નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતે ત્રણ મહિનાની મેહનતથી મહામૂલી મગફળી પકવી હતી અને પાક તૈયાર થઇ ગયો હતો. ત્યારે ખેતરમાંથી મગફળી કાઢી ખુલ્લા ખેતરમાં પથરા પર વરસાદ પડતા મગફળી પલળી જતા મગફળી પાકને નુકસાની જોવા મળી રહી છે. જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સાથે મેંદરડા, કેશોદ,માળીયા હાટીના અને માંગરોળ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડતા મગફળી, કપાસ, સોયાબીન સહીત કઠોળના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે. જયારે ગીર સોમનાથના તાલાળા,ઉના સહીતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા ત્યાં પણ નુકસાની જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે ખડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ખેડૂતો અને ભારતીય કિશાન સંઘ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે,તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાની વળતર ચુકવણી કરવામાં આવે. ભારે વરસાદ પડતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તૈયાર થયેલ પાક ફેલ થયો છે.ચોમાસાની મોસમમાં માંગરોળ, માણાવદર, કેશોદ સહીતના ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઓઝત અને ભાદર સહીતની નદીઓના પાણી ઘુસી જતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો.ત્યારે અતિથી અતિભારે વરસાદના કારણે પાકમાં નુકસાની થઇ હતી અને હવે છેલ્લે છેલ્લે જે પાક બચી ગયો હતો અને તૈયાર પાક ઉપર ફરી વરસાદ પડતા બચી ગયેલ પાકમાં નુકસાની જોવા મળી રહી છે.ખેડૂતોના મતે મગફળીના પથરા ઉપર વરસાદ પડવાથી મગફળી બગાડી જાય છે.જેના લીધે બજાર ભાવ પણ ઓછા આવેછે અને સડી જવાથી ખેડૂતોએ એક વીઘા દિઠ કરેલ 10 થી 12 હજારનો ખર્ચ સામે પૂરું વર્લટર પણ નહિ મળે તેની સાથે પાછોતરા વરસાદ થી શકભાજીમાં નુકસાની જોવા મળી રહી છે. જીવાતનો ઉપદ્રવ વધતા તેમાં પણ નુકશાની જોવા મળી છે અને શાકભાજી ના ભાવ પણ વધ્યા છે.
- Advertisement -
આપ અને કિસાન સંઘે વળતરની માંગ કરી
જૂનાગઢ ભારતીય કિશાન સંઘ ના ગુજરાત રાજ્ય ના સંયોજક મનસુખ પટોળીયાએ રાજ્ય સરકાર પાસે માંગ કરીછે છેલ્લા બે દિવસ થી પડેલ વરસાદ થી મગફળી, કપાસ, ડાંગર, જુવાર સહીતના ખેતી પાકમાં વ્યાપક નુકશાન થયું છે અને જે ખેડૂતો ને નુકશાન થયું છે. તેનો સર્વે કરાવી તાત્કાલિક વળતર ચુકવણી કરવાની માંગ કરીછે ખેડૂતો ના મોઢે આવેલ કોળીઓ ઝૂંટવાઈ ગયો છે અને પડ્યા ઉપર પાટુ પડ્યું છે. આમ આદમી પાર્ટીનાં હમીરભાઇ રામે આવેદન પત્ર પાઠવી સહાય ચુકવવા માંગ કરી હતી.
એક જ સપ્તાહમાં મગફળીનાં ભાવમાં મણે 100 રૂપિયાનો વધારો
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ છે. જૂનાગઢ યાર્ડમાં મગફળીનાં સારા ભાવ આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં મગફળીની આવક અને ભાવમાં વધારો થયો છે. જૂનાગઢ યાર્ડમાં તા. 4 ઓક્ટોબરનાં જીણી મગફળીનાં એક મણનાં નીચા ભાવ 950 રૂપિયા અને ઉંચા ભાવ 1425 રહ્યાં હતાં. બાદ તા. 10 ઓક્ટોબરનાં જીણી મગફળીનાં એક મણનાં નીચા ભાવ 1050 રૂપિયા અને ઉંચા ભાવ 1500 રૂપિયા રહ્યાં હતાં. તેમજ જાડી મગફળીનાં તા. 4 ઓક્ટોબરનાં એક મણનાં નીચા ભાવ 900 રૂપિયા અને ઉંચા ભાવ 1290 રૂપિયા રહ્યાં હતાં. જયારે તા. 10 ઓક્ટોબરનાં એક મણનાં નીચા ભાવ 1000 અને ઉંચા ભાવ 1380 રૂપિયા રહ્યાં હતાં. સરેરાશ એક મણનાં 90 થી 130 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તેમજ તા. 4 ઓકટોબરનાં જીણી મગફળીની આવક 768 ક્વિન્ટલ અને જાડી મગફળીની 506 ક્વિન્ટલ આવક હતી. જે તા. 10 ઓકટોબરનાં જીણી મગફળીની આવક 1275 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 852 ક્વિન્ટલ થઇ હતી.