પગમાં ઘણા લોકો કાળો દોરો બાંધે છે. જ્યોતિષ મુજબ, એવુ માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
એવી માન્યતા છે કે કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે, તેથી લોકો કાળા રંગના કપડા પહેરે છે. બાળકોને કાળો ચાંડલો અને કાજલ લગાવવામાં આવે છે અને કાળો દોરો પગમાં બાંધે છે. જો કે, કેટલાંક લોકો આજકાલ તેને ફેશન અને સ્ટાઈલ માટે પગમાં બાંધે છે, પરંતુ આપણે બાળપણથી જ વડીલો-વૃદ્ધોને કહેતા સાંભળ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી. પગમાં કાળો દોરો બાળકોથી લઇને મહિલા અને પુરૂષ બધા બાંધી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ રીતે પગમાં બાંધેલો કાળો દોરો નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. જાણો પગમાં કાળો દોરો બાંધવાનુ શું છે ધાર્મિક મહત્વ.
- Advertisement -
રાહુ-કેતુ સહિત શનિની મહાદશામાંથી બચાવે છે કાળો દોરો
કુંડળીમાં સ્થિત નવગ્રહોમાં કોઈ પણ ગ્રહનો પ્રભાવ નબળો થતા વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પગમાં કાળો દોરો બાંધવાથી શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઘટી જાય છે. આ સાથે કુંડળીમાં શનિ ગ્રહને મજબૂતી મળે છે. આ સાથે કુંડળીમાં રાહુ-કેતુ નબળા પડતા જ્યોતિષમાં કાળો દોરો બાંધવાની સલાહ આપે છે.
- Advertisement -
ખરાબ નજરથી બચાવે છે કાળો દોરો
નજર લાગતી હોવાનુ આપણે વારંવાર સાંભળીએ છીએ. ખાસ કરીને બાળકોને વારંવાર નજર લાગતી હોય છે. આ સાથે કોઈના ઘર, વ્યાપાર અને ખુશીઓને પણ ખરાબ નજર લાગે છે. નજર ઉતારવાના ઘણા ઉપાયો અંગે જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે. નજર ઉતારવાના ઘણા ઉપાયોમાંથી એક છે કાળો દોરો. પગમાં કાળો દોરો પહેરવાથી નજર લાગતી નથી. આ સાથે વ્યક્તિ નકારાત્મક શક્તિઓના પ્રભાવથી પણ દૂર રહે છે.