નેટવર્થ 15 મિલિયન ડોલર; USAમાં અભ્યાસ કર્યો, 26 વર્ષનો અનુભવ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
સાઉદી અરેબિયામાં પ્રથમ વખત IPLની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. IPL 2025 મેગા ઓક્શન અત્યારે જેદ્દાહમાં ચાલી રહ્યું છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાનું છે. જેદ્દાહમાં આ બે દિવસમાં 577 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થઈ જશે. આ વખતે હરાજીમાં હથોડી ચલાવતી મલ્લિકા સાગર ગયા વર્ષે પણ હરાજીમાં જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર, મલ્લિકા સાગરની નેટવર્થ 15 મિલિયન છે. તેમની પાસે 26 વર્ષનો અનુભવ છે. મલ્લિકા 2021માં પ્રો કબડ્ડી લીગના ઓક્શનમાં પણ સામેલ હતી. હવે તે WPL પછી IPLની પણ ઓક્શનીર બની ગઈ છે.
અમેરિકામાં અભ્યાસ કર્યો મલ્લિકા સાગર આર્ટ જગતની જાણીતી વ્યક્તિ છે. તેણીએ ઘણી આર્ટ ઓક્શન કંડક્ટની હરાજી કરી છે. દુબઈમાં યોજાયેલી છેલ્લી IPL હરાજી પણ મલ્લિકા સાગર દ્વારા જ હોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે પણ મલ્લિકા સાગર મેગા ઓક્શનમાં ખેલાડીઓની હરાજી કરી રહી છે.
મુંબઈના એક બિઝનેસ ફેમિલી સાથે છે સંબંધ તમને જણાવી દઈએ કે મલ્લિકાનો જન્મ મુંબઈમાં એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો. મલ્લિકાએ અમેરિકાના ફિલાડેલ્ફિયાની બ્રાયન મોર કોલેજમાંથી આર્ટ હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. તેણે વર્ષ 2001માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
મલ્લિકા સાગરે માત્ર 26 વર્ષની ઉંમરે હરાજીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાથી પરત આવ્યા બાદ તે મુંબઈમાં રહે છે. તેણે ભારતની પ્રો કબડ્ડી લીગની હરાજીમાં પોતાની ઓળખ બનાવી હતી. નેટવર્થ 15 મિલિયન ડોલર મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, સાગરની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર છે. મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગમાં સ્પોર્ટ્સ ઓક્શનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ઙઊંકની આઠમી સિઝનમાં મલ્લિકા સાગર હરાજી કરનાર હતી. આ પછી તે ક્રિસ્ટીઝની પ્રથમ ભારતીય હરાજી કરનાર બની. મલ્લિકા પાસે 26 વર્ષનો અનુભવ છે.