કોરોનાકાળમાં પણ ડર્યા વિના પોતાની ફરજ નિભાવનારા ફ્રન્ટ લાઇન વોરિયર્સનું કાર્ય ખરેખર કાબિલેદાદ છે. પોલીસકર્મીઓ, સફાઇ કર્મીઓ, ડોક્ટર, નર્સ સહિત આશાવર્કરો દ્વારા પણ અદભૂત કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતની 10 લાખ આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવી.
- Advertisement -
The Accredited Social Health Activist Workers (ASHA) are more than 1 million female volunteers in #India, honored for their crucial role in linking the community with the health system and ensuring that those living in rural poverty can access primary health care services #WHA75 pic.twitter.com/pC4eWC8rzy
— World Health Organization (WHO) (@WHO) May 22, 2022
- Advertisement -
ભારતની 10 લાખ આશાવર્કરોનું સન્માન
મહત્વનું છે કે કોરનાકાળ દરમિયાન આશા વર્કર બહેનો દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં ઘરે ઘરે જઇને કામગીરી કરવામાં આવતી હતી. કોરોના વાયરસ સામે લડવા માટે તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા અથવા આશા સ્વયંસેવક ભારત સરકાર દ્વારા આરોગ્ય કાર્યકર્તા જે ગ્રામીણ ક્ષેત્રમાં કાર્ય કરે છે. ભારતમાં કોરોના વાયરસ મહામારીના ચરમ પર રહેવાના સમયના રોગીઓની ઓળખ માટે ઘર-ઘરે જઇને આશા વર્કર બહેનો વિશેષ રુપે ચર્ચામાં આવી હતી.
WHOએ રવિવારે છ પુરસ્કારોની જાહેરાત કરી હતી
WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે રવિવારે છ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પુરસ્કારો વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવા, પ્રાદેશિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે નેતૃત્વ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આપવામાં આવે છે. ડાયરેક્ટર જનરલ ઘેબ્રેયસસે ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરી. આ પુરસ્કારોની સ્થાપના 2019 માં કરવામાં આવી હતી અને એવોર્ડ સમારોહ 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના ઉચ્ચ-સ્તરના ઉદ્ઘાટન સત્રનો ભાગ હતો.
Delighted that entire team of ASHA workers have been conferred the WHO Director-General’s Global Health Leaders’ Award. Congratulations to all ASHA workers. They are at the forefront of ensuring a healthy India. Their dedication & determination are admirable: PM Modi
(File pic) pic.twitter.com/jIiTIW9Xvw
— ANI (@ANI) May 23, 2022
કોરોના મહામારી સમયે મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ સન્માન
WHOએ કહ્યું કે સન્માનિત લોકોમાં આશા છે, જેનો હિન્દીમાં અર્થ થાય ઉમ્મીદ થાય છે. ભારતમાં 10 લાખથી વધારે મહિલા સ્વયં સેવકોના સમુદાયને સ્વાસ્થ્ય પ્રણાલીથી જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા.
ડબલ્યૂ એચઓના મહાનિર્દેશકે કહ્યું કે આવા સમયે જ્યારે દુનિયા, અસામનતા, સંઘર્ષ, ખાદ્યઅસુરક્ષા, જળવાયુ સંકટ અને એક મહામારીનો એક સાથે સામનો કરી રહી છે. આ પુરસ્કાર તે લોકો માટે છે જે દુનિયાભરમાં સ્વાસ્થ્યની રક્ષા અને પ્રોત્સાહન આપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે.