માલવણ હાઈવે પર કાર પલ્ટી ખાઈ ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનો યુવાન તેની ક્રેટા કાર લઈને અમદાવાદથી પરત આવી રહ્યો ત્યારે પાટડીના માલવણ હાઈવે પર કચોલિયા ગામ પાસે તેની કાર પલ્ટી ખાઈ ગઈ હતી જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજયું હતું અને કારનો પણ કચ્ચણઘાણ વળી ગયો હતો.
- Advertisement -
મોરબીનો અજયભાઈ હસમુખભાઈ નિમાવત નામનો 35 વર્ષનો યુવાન પોતાની ક્રેટા ગાડી લઈને પુરઝડપે અમદાવાદથી મોરબી પરત આવી રહ્યો હતો ત્યારે પાટીના માલવણ હાઈવે પર આવેલ કચોલિયાના બોર્ડ પાસે કારચાલક યુવાને અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ નીચે ઉતરીને પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારચાલક અજયભાઈ નિમાવતને માથામાં અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો મોરબીથી પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા તો બજાણા પોલીસે પણ તાકોરે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.