વાહન વ્યવહાર વિભાગના પરિપત્રનો મોરબીમાં રીતસર ઉલાળીયો !
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં પોલીસ, ખકઅ જેવા બંધારણીય કે સરકારી હોદાઓ તેમજ પ્રેસ અથવા અલગ અલગ સંગઠનોના હોદ્દેદારોના હોદાના લખાણો ખાનગી વાહનમાં લખાવીને લોકો બિન્દાસ્ત ફરતા હોય છે ત્યારે ખાનગી વાહનો પર પોલીસ, ખકઅ જેવા સરકારી કે બંધારણીય હોદાઓ દર્શાવતા લખાણો ગુજરાત મોટર વ્હીકલ એક્ટના નિયમો વિરુદ્ધ હોવાથી અને કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 177 હેઠળ દંડને પાત્ર હોવાથી આવા લખાણો દૂર કરવા તથા આવા લખાણો લખાવનાર વાહન માલિકો સામે પગલાં લેવા ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.
મોરબીમાં ખાનગી વાહનોમાં પ્રેસ કે પોલીસના લખાણો લખાવીને સીન સપાટા કરનાર તત્વો વધી ગયા છે. ઘણીવાર હોમગાર્ડ, ટીઆરબી કે જીઆરડી જવાનો પણ વાહનમાં પોલીસ લખાવીને ફરતા હોય છે તો કેટલાક નિવૃત્ત થયેલ પોલીસકર્મીના સંતાન આવા વાહનોમાં ગેરકાયદે લખાણ લખી આડેધડ ફરી રહ્યા છે.
- Advertisement -
રાજ્યના પોલીસ વડાએ પણ વાહનોમાંથી ગેરકાયદે લખાણ હટાવવા તાકીદ કરી હોવા છતાં મોરબીમાં તેની અમલવારી શૂન્ય જોવા મળી રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસને આવા ગેરકાયદે લખાણ દૂર કરવામાં કે દૂર કરાવવામાં કોની શરમ નડે છે તે એક સવાલ છે અને મોરબીમાં આવી રીતે ગેરકાયદે પોલીસ કે પ્રેસના લખાણ લખાવીને નીકળતા વાહનચાલકો અકસ્માત સર્જે કે અન્ય કોઈ ગુનાહિત કામ કરે તો તેમાં બદનામી સાચા અને કર્મનિષ્ઠ કર્મચારીઓની થઈ રહી છે.
મોરબીના TRB જવાનોને વાહનોમાં POLICE લખાવવાનો ભળભળીયો !
મોરબીમાં તો જાણે ખાનગી વાહનોમાં પોલીસ કે પ્રેસ લખાવીને સીન જમાવવાનો ટ્રેન્ડ જામ્યો હોય તેમ અનેક લોકો પોતાના ખાનગી વાહનોમાં આવા લખાણો લખાવીને સેખીયું મારતા હોય છે એમાં પણ ખાસ કરીને ઝછઇ જવાનોની કોન્ટ્રાકટબેઈઝ ઉપર ટ્રાફિક નિયમન માટે ભરતી કરવામાં આવતી હોય છે તે ઝછઇ જવાનો પણ તેના ખાનગી વાહનોમાં પોલીસ લખાવીને લોકોમાં તેની અંગત ધાક બેસાડવાના પ્રયત્નો કરતા હોય છે જેમાં મોરબીમાં ફરજ બજાવતા અનેક ટીઆરબી જવાનોને જાણે ડીજીપીના હુકમથી કંઈ ફેર જ ન પડતો હોય તેમ ખાનગી વાહનોમાં પોલીસ લખાવીને સીનસપાટા નાખતા જોવા મળે છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ હજુ સુધી વાહન વ્યવહાર વિભાગના પરિપત્રથી અજાણ છે ? અને જો પોલીસને આ પરિપત્ર અંગેની જાણકારી છે તો નિયમોની અમલવારી કરતા પોલીસને કોની શરમ નડે છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.