શહેર ફાટક લેસ મુદ્દે હિત રક્ષક સમિતિએ જવાબો માગ્યા
11 ગરનાળા બનવાથી વધુ જળ પ્રલય થવાની સંભાવના: સમિતિ
- Advertisement -
હિત રક્ષક સમિતિને મનપા, રેલવે, એમપી, ધારાસભ્ય જવાબ આપે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હિત રક્ષક સમિતિએ શહેરની મધ્ય માંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈન મુદ્દે મહાનગર પાલિકા અને રેલવે તંત્ર સાથે સાંસદ અને ધારાસભ્યને સવાલો કર્યા છે કે, હકીકતમાં મીટર ગેજ રેલવે લાઈન પર શું બનવાનું છે.તેની ચોખવટ કરીને જવાબો માંગ્યા છે.તેની સાથે અલગ અલગ વાતો આવી રહી છે. જેમાં પેહલા શહેરમાં આવેલ ફાટક લેસ કરવા 11 ગરનાળા બનાવવાની વાત સામે આવી છે. જો હકીકતે 11 ગરનાળા બનશે તો જૂનાગઢ શહેર બે ભાગમાં વેચાઈ જશે અને જળ પ્રલયનું વધુ જોખમ ઉભું થશે તેમજ શહેરને જો ખરેખર ફાટક લેસ કરવું હોઈ તો શાપુરથી પ્લાસવા રેલવે લાઈન જોડે તોજ શહેર ફાટક લેસ બની શકે તેવા અનેક મુદ્દે હીત રક્ષક સમિતિ તંત્ર અને પદાધિકારીઓ પાસે જવાબો માંગ્યા છે. જૂનાગઢ શહેરની મઘ્યમાં-11 જેટલા ગળનાળાનો પ્લાન કરીને જૂનાગઢ શહેરને બે ભાગમાં વહેચી નાખવા અને ભવિષ્યમાં હાલ બનેલ જળ પ્રલય થવાની પુરી શકયતા હોય પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતીએ ગરનાળાનો વિરોધ કરી પ્લાસવા શાપુરનો રૂટ બધી રીતે યોગ્ય છે તે અંગે ઘણી જ રજૂઆતો કરેલી છે. પરંતુ અમોને આરટીઆઇમાં માહિતી પ્રાપ્ત થઇ હતી.
આરટીઆઇમાં મળેલી માહિતી મુજબ
- Advertisement -
સવાલ-1
કોર્પોરેશન તેમની જગ્યાનો ઉપયોગ કરવા માટે અને તેની જગ્યામાં અંડરબીઝ કે ઓવર બ્રીજ કરવા માટે કોઇ ઠરાવ કરીને સમતિ આપેલી હોય તો તે ઠરાવ જાહેર કરવો કારણ કે આરટીઆઇમાં અમોને રેલવેના જોઇન્ટ મીટીંગની પ્રોસીડીંગની નકલ જ આપવામં આવેલી છે આવો કોઇ ઠરાવ કે વહીવટી હુકમ કોર્પોરેશને કરેલ હોય તો નકલ સાથે જાણ કરવી.
સવાલ-2
આ પ્રોજેકટ માટે રાજય સરકારની પણ મંજુરી જરૂરી છે. અમોને આરટીઆઇમાં આપેલી માહિતી મુજબ કલેકટરશ્રીએ કે રાજય સરકારે આ બાબત માટે એનઓસી આપેલ હોય તેવુ જણાતુ નથી. આ બાબતે વહીવટી તંત્ર એ સાચી હકિકત ઉપર પ્રકાશ પાડવો.
સવાલ-3
પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિને ધારા સભ્યશ્રી દ્વારા એવુ જણાવાવામાં આવેલ છે કે ગરનાળા કરવામાં આવશે નહીં અને પીલર ઉપર રેલ્વે ટ્રેક લઇ જવામાં આવશે પરંતુ સતાવાર રીતે રેલવે તરફથી કોઇ જવાબ અપાતો નથી. તો આપડા એમ.પી.ના માઘ્યમથી પીલર ઉપર રેલવે ટ્રક લઇ જવાનો છે તેના નકશાઓની નકલ જાહેર કરે.
સવાલ-4
પ્લાસવા શાપુરના રૂટ સબંધે સમિતિએ જે માંગણી કરેલી છે તે અંગે ધારા સભ્યશ્રી તથા સાંસદે દિલ્હીમાં કોઇ રેલવે મંત્રીને રજૂઆત કરી હોય તો તેની નકલ જાહેરમાં પ્રસિઘ્ધ કરવી.
સવાલ-5
ગિરનાર પર્વતનાવિકાસમાટે 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટની જાહેરાત રાજ્ય સરકારે કરેલી છેઆ રકમ કયા કયા હેડ નીચે વાપરવાની છે તે જાહેરમાં જણાવવુ અથવા તેમાં ફેરફારનો કોઇ અવકાસ હોય તો જનતા પાસે સુચનો મંગાવવા.