સમુદ્રનુ પેટાળ કેવા કેવા રહસ્યો સાચવીને બેઠું છે તેનો ભાગ્યે જ ખ્યાલ આવે છે અને તેમાં અચાનક જ કોઈ રહસ્ય ઉજાગર પણ થાય છે. બીજા વિશ્ર્વ યુદ્ધ સમયે સમુદ્રી યુદ્ધ સૌથી મહત્વનું બની ગયું હતું અને તેમાં ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં સૌથી મોટા સમુદ્રી હુમલામાં ડુબેલા જહાજનો કાટમાળ 81 વર્ષ બાદ સમુદ્રના પેટાળમાંથી મળ્યો છે.
- Advertisement -
આ જહાજ જાપાનનું ‘મોન્ટેવિડીયો મારૂ’ નામનું હતું અને તે 1942માં ફિલીપીન્સની ખાડીમાં ડુબી ગયું હતું. આ જહાજમાં 1060માં ડેરીઓ હતા અને તે તમામના અને જહાજના ક્રુના મૃત્યુ થયા હતા. હવે આ જહાજનો કાટમાળ ખાડીથી દૂર દક્ષિણ ચીન સમુદ્રમાંથી મળ્યો છે જેને હવે યુદ્ધ સ્મારકમાં સ્થાન અપાશે.