By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો
લાઇફ સ્ટાઇલ

કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:07 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

દુનિયાભરમાં લાખો લોકોની સવાર જોગિંગ ટ્રેક ઉપર અથવા જીમમાં પરસેવો પાડીને થતી હોય છે, જેનું મુખ્ય કારણ છે કસરત-Exercise માટેની વધતી જતી ઘેલછા. પ્રાચીન કાળથી કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને કારગત ઉપાય માનવામાં આવે છે જેમાં કઈ ખોટું નથી. પરંતું આજના મોડર્ન યુગમાં કસરત વિશેની ઘણી અનોખી માન્યતાઓ ફેલાયેલી જોવા મળે છે. કસરત કરવાથી શરીર સ્વસ્થ રાખી શકાય તે વાત તો લગભગ દરેક ઉંમરના લોકો જાણતા હશે પરંતુ ક્યારે કેટલી કસરત કરવી અને કસરત કઈ રીતે કરવી તે બાબતે ઘણી ગુંચવણ ઊભી થતી હોય છે. કસરત બાદ શરીર માટે અત્યંત જરૂરી છે ખોરાક. પૃથ્વી પર જોવા મળતા દરેક જીવ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ખોરાક છે માટે ખોરાક વગર કોઈ જીવનું અસ્તિત્વ ટકી શકે તે શક્ય નથી બનતું. મોડર્ન યુગમાં ખોરાક બાબતે પણ ઘણી અનોખી માન્યતાઓ જોવા મળે છે જેમાંથી વધુ પડતી માહિતી નકામી હોય છે પરંતુ બીમાર પડવાના અને જીવ ગુમાવવાના ભયને કારણે માણસ માન્યતા સાચી છે કે ખોટી તે ચકાસ્યા વગર વાત માની લેતા હોય છે. ખોરાક અને કસરત વિષે તેવી જ અમુક જાણી-અજાણી રસપ્રદ વાતો…

શ્વાસોશ્વાસ મજબૂત કરે

- Advertisement -

કસરત કરવાનો એક સૌથી મોટો ફાયદો છે આપણી શ્વાસ લેવાની અને શ્વાસ રોકવાની શક્તિમાં વધારો. વધુ પડતાં લોકો દર એક મિનિટમાં 12-15 વખત શ્વાસ લેતા હોય છે પંરતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાની આ માત્રમાં બે ગણો વધારો થાય છે. શ્વાસ લેવામાં થયેલો આ વધારો આપણા ફેફસાંને સ્વસ્થ રાખે છે અને આપણું લોહી શુદ્ધ કરી આપે છે.

રોજ ચાલવું કેટલું?

- Advertisement -

દર એક વ્યક્તિએ પ્રતિ દિવસ 7500-8000 પગલાં ચાલવું જોઈએ અને જો આપને તેવું કરવામાં સફળ રહ્યા તો 80 વર્ષની ઉંમર સુધીમાં આપણે 1,77,024 કિમી અંતર કાપી ચૂક્યા હોઈએ. આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ તો તેનું અંતર આશરે 40,000 કિમી થાય માટે જો આપણે રોજ 7,500-8000 પગલાં ચાલવામાં સફળ થયા તો 80 વર્ષની ઉંમરે આપણે પૃથ્વી ફરતે ચાર વખત પ્રદિક્ષણા કરી હોવા જેટલું ચાલી ગયા હોઇએ.

કેવી રીતે ચાલવું?

આજકાલ સૌથી વધુ પસંદ કરવામાં આવતી કસરત ચાલવું અને દોડવું છે. ચાલવા વિશે તેવી માન્યતા છે કે જેટલું વધુ ચાલશું તેટલું વજન ઓછું થશે અને બીજી એક માન્યતા તે પણ છે કે ચાલવા કરતા વધુ ઝડપે દોડવાથી વજન ઓછું થાય છે. આ બંને માન્યતામાં વધુ તથ્ય નથી કારણ કે ચાલવા અને દોડવા બંનેથી સરખું જ વજન ઓછું થાય છે. જોકે ચલાવાની રીતમાં ફેર હોય તો ફરક અવશ્ય પડે છે માટે ચાલવાની ઝડપ કેટલી હોવી જોઇએ તે સૌપ્રથમ જાણીએ. કોઈ પણ માણસ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે જોગિંગ કરવા જેટલું જ ફાયદાકારક નીવડે છે , તેના માટે ભાગવું જરૂરી નથી. બીજી વાત તે કે ચાલવા અને દોડવા બંનેનો સમય મહત્વનો છે, અંતર નહિ.

કસરતની અસર કેટલા સમયમાં થાય?

કસરત વિશેની એક વ્યાપક માન્યતા છે કે આપણે કસરત કરવાનું શરૂ કરીએ એટલે અમુક દિવસોમાં જ આપણા શરીમાં ફેરફાર દેખાવા લાગે છે. હકિકતમાં આ માન્યતા ખોટી છે , આપણું શરીર કોઈ પણ પ્રકારની ગતિવિધિને તરત અપનાવી લેવા માટે નથી બન્યું જેના કારણે કસરત દ્વારા થતા ફેરફારને પણ આપણું શરીર તરત નથી અપનાવતું. હવે સવાલ ઊભો થયા કે કેટલા સમય સુધી કસરત કરવાથી શરીરમાં ફેરફાર શરૂ થાય છે ? જેનો જવાબ છે 12 અઠવાડિયા અથવા 3 મહિના. 12 અઠવાડિયા પછી જ આપણું શરીર કસરત દ્વારા થતા ફેરફારને અપનાવે છે જેના કારણે ઘણી વાર આપણા શરીરમાં નવી શક્તિ જાગૃત થઈ હોવાની અનુભૂતી પણ થાય છે.

સ્નાયુ-ચરબીનો સંબંધ

માણસના શરીરમાં કુલ 650 કરતા પણ વધુ સ્નાયુઓ હોય છે. ઘણા માણસ સ્નાયુ અને ચરબી બંને એક સાથે જોડાયેલા હોય છે તેવું માને છે પણ ખરેખર તેવું નથી હોતું. સ્નાયુ અને ચરબીને હકીકતમાં કોઈ લેવા દેવા નથી હોતા, તે બંનેની રચનાથી લઈને કામ સુધી દરેક વસ્તુ અલગ અલગ હોય છે. માણસના શરીરમાં રહેલા સ્નાયુના તંતુ માણસના વાળ કરતા પણ પાતળા હોય છે. આ તંતુઓ પાતળા હોવા છતાં પોતના વજન કરતાં 1000 ગણો વજન ખમી શકે છે. માણસને ચાલવા માટે એક સાથે 200 સ્નાયુઓનો ઉપયોગ કરવો પડે છે.

મગજને પણ સ્વસ્થ રાખે

કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે તે બાબતે કોઈ પણ પ્રકારના મતભેદ નથી જોવા મળતા પરંતુ કસરત માત્ર શરીરને જ નહિ , મગજને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કસરત કરવાથી શરીરમાં રહેલી નાકામી ઊર્જાનો વપરાશ થઈ જાય છે જેના કારણે મગજને ખોટા વિચાર કરવા માટે પૂરતી ઊર્જા નથી મળતી અને તે સ્વસ્થ રહે છે. તે ઉપરાંત કસરત કરનારા લોકો બીજા કરતા વધુ વિચારશીલ અને આનંદિત રહી શકે છે.

કરત અને પાણીનો સંબંધ

કસરત કરતા સમયે પાણી પીવા વિશે પણ ઘણા લોકોના વિવિધ મત જોવા મળે છે. આપણને કોઈ પણ મેહનત વાળુ કામ કરતા સમયે પાણી પીવા જોઈએ છે અને જો તેવું નથી થતું તો તે ચિંતાનો વિષય છે. પાણી આપણા શરીરને ઠંડુ રાખવાનું અને આપણા શરીરમાં રહેલી ઊર્જાને ચેનલાઈઝ કરવાનું કામ કરે છે માટે જો આપણે કસરત કરતા સમયે પાણી નથી પીતા તો તે ખૂબ મોટી બીમારીઓને નોતરું આપવા સમાન છે. જેમ આહુતિ વગર હવનનો લાભ નથી મળતો તેમ જ શરીરમાં પાણીની કમી હોય ત્યારે કરાયેલી કસરત નકામી હોય છે.

 

કેટલી ઊંઘ લેવી જોઈએ?

કસરત અને ખોરાક સિવાય શરીર સ્વસ્થ રાખવા માટે પૂરતી માત્રામાં ઊંઘ લેવી પણ આવશ્યક છે. આપણે દિવસમાં કસરત ભલે ગમે તેટલી કરતા હોઈએ પણ જો આપણે પૂરતો આરામ નથી મેળવતા તો કસરત કરવાનો પણ કોઈ અર્થ નથી હોતો. શરીરમાં રહેલી ચરબી બાળવા માટેનો એકમાત્ર આસન અને કારગત ઇલાજ પૂરતી ઊંઘ લેવી છે. તે ઉપરાંત મગજને તેજ બનાવવા માટે અને યાદશક્તિ વધારવા માટે પણ પૂરતી અને સમયસર ઊંઘ મેળવવી જરૂરી છે.

સફરજન સૌથી કારગત ફળ

શરીર ઓછું કરવા માટે સૌથી સારું ફળ સફરજન છે. સફરજનમાં દ્રાક્ષ અને કેળા જેટલી સુગર નથી હોતી તે ઉપરાંત આ ફળમાં પાણી અને મિનરલની માત્રા વધુ હોવાથી શરીર ઓછું કરવા માટે સફરજન સૌથી કારગત ફળ સાબિત થાય છે.

ભારતીય મસાલાનું મહત્વ

ભારતમાં આમ તો મસાલા વગરના ખોરાકને ‘બીમાર વ્યક્તિના ખોરાક’ રૂપે ગણવામાં આવે છે પણ ખરેખર મસાલેદાર ખોરાક ખાવાની ભારતીય પરંપરામાં દમ છે. અંગ્રેજોને છેક યુરોપથી ભારત સુધી આવવા માટે જે વસ્તુએ મજબૂર કર્યા હતા તે મસાલા ખરેખર રોજીંદા ખોરાકમાં હોવાના ઘણા ફાયદા છે. આપણે ત્યાં વ્યાપકપણે સોડમની મહારાણી ગણાતી ઈલાયચીમાં કેન્સરના બેક્ટેરિયા નાશ કરવાની તાકાત હોય છે. જ્યારે સ્વાદિષ્ટ ઝાડની છાલ એટલે કે તજ શરીરમાં રહેલા નકામા તત્વોને બહાર કાઢવા માટે પ્રાચીન આયુર્વેદિક ઇલાજ છે. વઘારમાં સ્વાદનો વધારો કરી આપતું જીરું હકિકતમાં પાચન શકતી મજબૂત બનાવવાનું અને શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરવાનું કામ કરે છે. ફિટનેસના રવાડે ચડીને ભારતમાં દિવસે દિવસે મસાલેદાર ખોરાક તરફ લોકોને નફરત થતી જાય છે જે ખોટું છે. મસાલા વધુ પડતી માત્રામાં ખાવા હાનીકારક જરૂર છે પણ તેને સંપૂર્ણપણે ત્યજી દેવામાં આવે તો તે લાંબા ગાળે વધુ નુકશાનકારક નીવડી શકે તેમ છે.

ડાયેટ પ્લાનથી ફાયદો કોને?

શરીર ઓછું કરવા માટે ઘણા લોકો મોંઘા ભાવે ડાયટ પ્લાન ખરીદતા હોય છે. હકીકતમાં ડાયટ પ્લાન વજન ઓછું કરવા માટેનો ખાસ કારગત ઇલાજ છે જ નહિ. ડાયટ પ્લાનની પાછળ ઘેલાની જેમ ભૂખ્યા રેહવા કરતા દિનચર્યામાં ફેરફાર કરી , ખોરાક પર સહન થાય તેટલો કાબૂ મેળવી અને બને એટલું કાચા ખોરાક પર નિર્ભર રહી વજન ઓછું કરવું બેસ્ટ ઓપ્શન છે. આ પ્રકારથી વજન ઓછું કરવામાં સમય લાગે છે પણ આ પ્રમાણે ઓછું કરાયેલું વજન લાંબો સમય ટકી રહે છે અને શરીરને અન્ય કોઈ નુકશાની પણ થતી નથી.

ડાયટ પ્લાનમાં ઘણી વાર ચોક્કસ ફળ અથવા શાકભાજી ખાવાનું કેહવામા આવ્યું હોય છે જેના કારણે ડાયટ કરનારો વ્યક્તિ કોઈ પણ રીતે તે ફળ અથવા શાકભાજી મેળવવા પાછળ મચી પડે છે. હકીકતમાં આ રીત ખોટી છે. વજન ઓછું કરવા માટે જ્યારે પણ આપણે કાચા ખોરાક પર નિર્ભર હોઈએ ત્યારે આપણે હમેશા વિટામીનની ભરપૂર ફળ અથવા શાક પસંદ કરવું જોઈએ. શિયાળામાં ડાયટ કરનારા વ્યક્તિના ડાયટ પ્લાનમાં ઉનાળાનું કોઈ ફળ ખાવાનું લખ્યું હોય અને તે વ્યક્તિ કોઈ પણ કિંમતે ઉનાળાનું ફળ શિયાળામાં મેળવીને ખાય તો તેનો કોઈ ફાયદો થતો જ નથી. વજન ઓછું કરવા માટે ખવાતા કાચા ખોરાકમાં હમેશા સિઝનલ ફળ અને શાકભાજી પસંદ કરવા જોઈએ જેના લીધે ખોરાકનું પુરતું પોષણ મળી રહે.

ફળો કે ફળોનો રસ?

ખોરાકનો પૂરતો લાભ જોતો હોય તો ખોરાક ભલે સાદો હોય પણ તાજો હોવો જોઇએ. વાસી અથવા ફ્રોઝન ખોરાકમાં ક્યારેય પણ ખોરાકનું પુરતું પોષણ સમાયેલું નથી હોતું માટે જો શક્ય હોય તો હમેશા 24 કલાક અથવા તેથી ઓછો જૂનો ખોરાક જ ગ્રહણ કરવો જોઈએ. પીણાની બાબતમાં તો આ સમય મર્યાદા હજી પણ ઓછી છે. સારી હેલ્થ મેળવવા માટે ફળનો રસ એક ઉમદા વિકલ્પ છે પંરતુ ફળનો રસ એકાદ બે કલાકથી વધુ જૂનો હોય તો તેમાં રહેલા પોષણની માત્રામાં અડધાથી પણ વધુ ઘટાડો થાય છે. બજારમાં મળતા ફળના રસમાં સ્વાદ સાચવવા માટે પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે જેના કારણે આપણને તેનો સ્વાદ સારો લાગે છે પણ પોષણની દ્રષ્ટીએ આ પ્રકારનો ફળનો રસ સાવ નકામો હોય છે.

ખોરાકમાં મીઠાશનો ઉપયોગ?

ઘણા વ્યક્તિને ખોરાકમાં મીઠાશ સિવાય ચાલતું નથી હોતું પણ રોજિંદા ખોરાકમાં મીઠાશ લેવી તે એક પ્રકારનું ધીમું ઝેર છે. પ્રોસેસ કરેલી સાકાર એટલે કે ખાંડનો ઉપયોગ બને એટલો ઓછો કરવાથી લાંબુ અને સ્વાસ્થ્યવર્ધક જીવન જીવી શકાય છે. જોકે એવું પણ નથી કે મીઠાશ ખાવાનું સાવ છોડી દેવું જોઈએ પંરતુ મીઠાશ માટે ખાંડ કરતા મધ ઉપર નિર્ભર રેહવું વધુ યોગ્ય છે. મધમાં ખાંડ જેટલું કોલેસ્ટ્રોલ નથી હોતું જેના કારણે મીઠાશ મેળવવા માટે મધ એક સારો વિકલ્પ સાબિત થાય છે. જે લોકોનું બજેટ વધુ હોય તેમના માટે તો સ્ટિવિયના પાનનો બનેલો સુગર ફ્રી પાઉડર પણ એક સારો વિકલ્પ છે.

You Might Also Like

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

આંબળાનું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાર્ક ચોકલેટ ખાવાના છે અનેક ફાયદા, હાર્ટ એટેકનું જોખમ 50% ઘટી શકે છે
Next Article iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?